મુંબઇ : શેરબજારમાં આજે તેજીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૯૩ પોઇન્ટ સુધરીને ૩૬૩૬૩ની ઉંચી સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૬૧ પોઇન્ટ ઉછળીને ૧૦૯૨૦ની ઉંચી સપાટી પર હતો. આજે શેરબજારમાં તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે.છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૧૨૧૩ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં શુક્રવારના દિવસે કારોબારના અંતે રિકવરીનો દોર યથાવત રહ્યો હતો. શુક્રવારે કારોબારના અંતે સેન્સેક્સ ૨૪ પોઈન્ટ ઉછળીને ૩૬૧૯૪ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૮ પોઈન્ટ ઉછળીને ૧૦૮૭૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત હવે ઉલ્લેખનીય રીતે ઘટી રહી છે.
કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બરમાં અર્થવ્યવસ્થાની વિકાસની ગતિ ૭.૧ ટકા થઈ ગઈ છે જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૨ ટકા રહી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ના જુલાઈ-સપ્ટેમ્બરમાં વિકાસ દર ઘટીને ૭.૧ ટકા થઈ ગયો છે જે ૮.૨ની સરખામણીમાં ખુબ ઓછો દર છે. આના મુખ્ય કારણો જે આપવામાં આવ્યા છે તેમાં ડોલરની સામે રૂપિયામાં નોંધાયેલી નબળાઈ અને ગ્રામીણ માંગમાં ઘટાડો છે.
નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો હોવા છતાં જીડીપીનો વૃદ્ધિ દર છેલ્લા નાણાકીય વર્ષની આજ અવધિની સરખામણીમાં વધારે છે. જીડીપીને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર હાલમાં ચાલી રહ્યો છે. સ્ટેટ બેન્કના રિપોર્ટમાં વિકાસ દર ૭.૫ થી લઈને ૭.૬ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. ક્રુડ ઓઈલની કિંમતો, કુદરતી ગેસ અને યુરીયાના ઉત્પાદનમાં ઘટાડાથી આઠ મૂળભૂત ક્ષેત્રોના ઉદ્યોગનો દોર ઓકટોબરમાં ૪.૮ ટકા રહ્યો છે. કોર સેકટર કોલસા, ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી, યુરિયા, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીના ક્ષેત્રમાં દર વર્ષ પહેલા ઓકટોબરમાં પાંચ ટકા હતો.