નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક તરીકે ઉભરી ચુક્યા છે. તેમની લોકપ્રિયતા દરેક રાજ્યમાં જોવા મળી રહી છે. આજ કારણસર પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં તમામ ભાજપ ઉમેદવારો યોગીને તેમના મતવિસ્તારમાં બોલાવવા માટે ઉત્સુક છે. તેમની માંગ સૌથી વધારે જાવા મળી રહી છે. યોગી હવે ધ્રુવીકરણ માટે બ્રાન્ડ હિન્દુત્વનમા રાષ્ટ્રીય ચહેરા તરીકે ઉભરી ચુક્યા છે. યોગી પણ આ જ રસ્તા પર આગળ વધી રહ્યા છે. તેમના ભાષણમાં પણ હિન્દુત્વના દમ જ જોવા મળે છે.
સુત્રોની વાત પણ વિશ્વાસ કરવામાં આવે તો લોકસભા ચૂંટણીમાં પણ મોદીને વિકાસ અને યોગીને હિન્દુત્વના ચહેરા તરીકે ભાજપે દેશભરમાં રજૂ કરવા માટેની તૈયારી કરી છે. હાલમાં જે રાજયોમાં ચૂંટણી યોજાઇ રહી છે ત્યાં તેમને હિન્દુત્વના ચહેરા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. આજ કારણસર પ્રચારમાં તેમની માંગ સતત વધી રહી છે.રાજસ્થાનમાં પણ તેમની સભાની સંખ્યા વધારી દેવામાં આવી છે. યોગીએ ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાન બન્યા બાદ દેશની સામે કામકાજથી જ હિન્દુત્વની જારદાર વાત કરી છે. તાજેતરમાં જ યોગીએ ફૈજાબાદનુ નામ બદલીને અયોધ્યા કરવાની પણ તેમને જાહેરાત કરી હતી.
અલ્હાબાદનુ નામ બદલીને પ્રયાગરાજ કરવાની પણ પહેલ કરી દેવામાં આવી છે. યોગી પોતાના કામથી હિન્દુત્વની સંસ્કૃતિ વિરાસતને પરત લાવવા માટે તૈયાર છે. આ પહેલા યોગીએ દિપોત્સવની ઉજવણી કરી હતી. નવરાત્રમાં દેવી સ્થળો પર ૨૪ કલાક વીજળી આપી દેવામાં આવી છે. તેમનુ કહેવુ છે કે હિન્દુ દેવી દેવતા તેમની સરકારની પ્રાથમિકતામાં છે. એમ પણ માનવામાં આવે છે કે યોગીને કટ્ટર હિન્દુત્વ તરીકે રજૂ કરવા પાછળ પણ સંઘની ભૂમિકા છે.