હોકી વિશ્વકપ : ભારત અને બેલ્જિયમ વચ્ચે મેચ ડ્રો રહી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : પુરુષોની હોકી વિશ્વકપની આજે રમાયેલી ભારત અને બેલ્જિયમ વચ્ચેની મેચ ૨-૨ ગોલથી બરોબર રહી હતી. આ અતિ રોમાંચક મેચમાં અંતિમ મિનિટોમાં ભારતીય ટીમે જારદાર મુવ દર્શાવી હતી. ભારતને તક હતી પરંતુ રિવ્યુ યોગ્ય ગણવામાં આવ્યા ન હતા. ભારત તરફથી આજની મેચમાં જોરદાર રમત દર્શાવવામાં આવી હતી પરંતુ જીતવામાં સફળતા મળી ન હતી. બેલ્જિયમની ટીમે પણ જારદાર રમત રમી હતી. ભારત તરફથી સિમરનજીતસિંહે ગોલ ફટકારીને ભારતને લીડ અપાવી હતી. બેલ્જિયમ તરફથી પણ શÂક્તશાળી ભારત સામે ઉલ્લેખનીય રમત દર્શાવતા ભારતને તક મળી ન હતી. ભારત હવે ૮મી ડિસેમ્બરના દિવસે તેની અંતિમ પુલ સીની મેચમાં કેનેડા સામે ટકરાશે જ્યારે એજ દિવસે બેલ્જિયમ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આજની મેચની મુખ્ય વિશેષતા ભારતીય ખેલાડીઓની શાનદાર રમત રહી હતી.

ગઇકાલે જર્મનીએ પુલ બીની મેચમાં પાકિસ્તાન ઉપર ૧-૦થી જીત મેળવી હતી. હોકી વિશ્વકપમાં પાકિસ્તાનને હરાવીને જર્મનીએ પોતાની સર્વોપરિતા દર્શાવી હતી. આ બંને ટીમો ૨૦૧૩ બાદથી વિશ્વકપમાં ત્રીજી વખત આમને સામને આવી હતી. ભારત અને બેલ્જિયમ વચ્ચેની આ મેચ સાંજે સાત વાગે શરૂ થઇ હતી. ભુવનેશ્વરમાં હાલમાં ચાલી રહેલા હોકી વિશ્વકપમાં ભારતીય ટીમ ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઈ છે. ભારતે પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા ઉપર શાનદાર જીત મેળવી હતી. ભારતને હજુ પણ આગામી દોરમાં પહોંચી જવા માટે તક રહેલી છે. પાકિસ્તાનની પાસે ગઇકાલની મેચમાં તક હતી પરંતુ તેના ખેલાડીઓ ગોલમાં તકને ફેરવવામાં નિષ્ફળ રહ્યા હતા. યજમાન ભારતના કરોડો ચાહકો હોકી વિશ્વકપને લઇને રોમાંચ અનુભવી રહ્યા છે.

 

 

Share This Article