મુંબઇ : ચીન સરકારે પાણીની નીચે બુલેટ ટ્રેન ચલાવવા માટે પ્રોજેક્ટને અંતે લીલીઝંડી આપી દીધી છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં મુંબઇ-અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન પાણીની નીચેથી પસાર થનાર છે. ચીનનો પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૫ સુધી પૂર્ણ કરવામાં આવનાર છે. જયારે ભારત ૨૦૨૨ સુધી પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવનાર છે. નવી લાઇન શંઘાઇના દક્ષિણમાં સ્થિત દરિયાઇ શહેર નિનબોને જાશાન સાથે જાડશે. ૭૭ કિલોમીટર લાંબા આ રૂટ પર ૧૬.૨ કિલોમીટર સુધી પાણીની નીચે ટનલમાં બુલેટ ટચ્રેન દોડાવવામાં આવનાર છે.
આ રૂટ પર હજુ બસ અથવા તો કારથી ૨.૫ કલાકથી ૪.૫ કલાકનો સમય લાગે છે.બુલેટ ટ્રેનથી આ યાત્રા આશરે ૮૦ મિનિટના ગાળામાં જ પૂર્ણ થઇ જશે. આ પ્રોજેક્ટ પર આશરે ત્રણ અબજ ડોલરની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. આના પર નિર્માણની પ્રક્રિયા આગામી વર્ષે શરૂ કરવામાં આવનાર છે અને આને ૨૦૨૫ સુધી પૂર્ણ કરી લેવામાં આવનાર છે. ભારતમાં મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવનાર છે. ૫૦૬ કિલોમીટર ના કોરિડોરમાં ૨૧ કિલોમીટરના હિસ્સામાં સુરંગ બનાવવામાં આવનાર છે. જે પૈકી સાત કિલોમીટરનો હિસ્સો પાણીમાં બનાવવામાં આવનાર છે.