નવી દિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાંથી હજારની સંખ્યામાં ખેડુતો આજે તેમની જુદી જુદી માંગન સાથે રામલીલા મેદાન ખાતે પહોંચ્યા હતા. ખેડુતો દેવામાંફીની માંગ સાથે અને વધુ સારા એમએસપીના ભાવને લઇને દિલ્હી પહોંચ્યા છે. સંસદનો ઘેરાવ કરવા માટે પહોંચેલા ખેડુતો લડાયક મુડમાં દેખાઇ રહ્યા છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતી સાથે સંબંધિત માર્ચ હવે સંસદ માર્ગ ખાતે પહોંચી જતા પોલીસ વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે.
રામલીલા મેદાન ખાતે અને અન્ય તમામ જ્ગ્યાએ સવારમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ હતી. પ્રદર્શન કરી રહેલા ખેડુતોની મુખ્ય માંગમાં દેવા માફીની માંગ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે પહેલાથી જ આને લઇને તૈયારી કરી હોવા છતાં ટ્રાફિક વ્યવસ્થાને માઠી અસર થઇ છે. ખેડુતોના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો જાડાયા હોવાની વિગત મળી રહી છથે. સારા એમએસપીને લઇને કાનુન લાવવા માટેની પણ માંગ કરવામાં આવી રહી છે. હાલમાં દેશના કેટલાક ભાગોમાં ખેડુતોમાં ભારે નારાજગી છે. જુદી જુદી માંગણીને લઇને નારાજ ખેડુતોની સાથે કોંગ્રેસના લોકો પણ દેખાઇ રહ્યા છે. મોદી સરકાર પર આ લોકો દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ રાજકીય પક્ષ તરફથી પણ પ્રતિક્રિયા મળી રહી છે. જાણકાર લોકોના કહેવા મુજબ ખેડુતની નારાજગી મોદી સરકારને મુશ્કેલીમાં મુકી શકે છે.