નવી દિલ્હી : છત્તિસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા ભાજપ તરફથી પ્રચારની જવાબદારી મુખ્ય રીતે સંભાળી લીધી છે. ઉત્તરપ્રદેશના બે અન્ય મોટા પક્ષ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ પણ તૈયારી દર્શાવી છે. ૧૧મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ત્રણેય રાજ્યોમાં ચૂંટણીમાં યોગીની બોલબાલા રહી છે. પ્રચારમાં યોગીની બોલબાલાની સાથે સાથે નીચે મુજબ છે
- ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાન બન્યા બાદ ૨૦ મહિનાના ગાળામાં જ યોગીની લોકપ્રિયતા ઉત્તરથી પૂર્વોતરના રાજ્યોમાં જાવા મળી રહી છે
- યોગીએ છેલ્લા ૨૦ મહિનાના ગાળામાં જ કેરળ, કર્ણાટક, ત્રિપુરા સહિતના રાજ્યોમાં જારદાર રીતે પ્રચારમાં ભાગ લઇને તેની કુશળતા સાબિત કરી છે
- ઉત્તર ભારતના રાજ્યોમાં યોગી એકમાત્ર એવા મુખ્યપ્રધાન છે જેમની એક સમાન માગ છે
- યોગીની લોકપ્રિયતાનો લાભ લેવાના પ્રયાસ ભાજપે સતત કર્યા છે
- રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે ત્યારે યોગી હજુ સુધી ૧૭ જનસભાને સંબોધન કરીને માહોલ બદલી નાંખવાના પ્રયાસ કરી ચુક્યા છે
- છત્તિસગઢમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે. અહીં યોગીએ કુલ ૨૧ જનસભા કરી હતી જેમાં લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા
- છત્તિસગઢમાં નરેન્દ્ર મોદીએ ચાર સભા કરી હતી. જ્યારે અમિત શાહે નવ રેલી કરી હતી
- મધ્યપ્રદેશમાં પણ ૨૮મી નવેમ્બરના દિવસે મતદાનન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ચુકી છે. અહીં મોદીએ ૧૦, અમિત શાહે ૨૫ અને યોગીએ આશરે ૧૫ જનસભા કરી હતી