શ્રીહરિકોટા : શ્રી હરિકોટા સતિષ ધવન સ્પેશ સેન્ટરથી આજે ૩૧ સેટેલાઇટને આજે સફળરીતે લોંચ કરવામાં આવ્યા હતા. પીએસએલવી-સી ૪૩ દ્વારા આ સેટેલાઇટ સફળરીતે લોંચ કરવામાં આવ્યા હતા. આઠ દેશોના ૩૦ સેટેલાઇટને સફળરીતે લંચ કરવામાં આવ્યા બાદ કારોબારીઓ ઉત્સુક દેખાઈ રહ્યા છે. આજે આ સેટેલાઇટ લોંચ થયા બાદ ઇસરોનું મહત્વ વધી ગયું છે. આગામી દિવસોમાં કમાણીના ક્ષેત્રમાં વધુ સફળતા મળી શકે છે.
પીએસએલવીએ પરિભ્રમણની જુદી જુદી સપાટીમાં સફરરીતે ઉપગ્રહો લોંચ કર્યા છે. ૨૫ વર્ષના ગાળામાં પીએસએલવી દ્વારા ૫૩ ભારતીય અને ૨૩૯ આંતરરાષ્ટ્રીય કસ્ટમર સેટેલાઇટ લોંચ કર્યા છે. ૨૮ દેશોના આ ઉપગ્રહોને લોંચ કરાયા છે. પીએસએલવીએ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ માર્કેટમાં પોતાની ખાસ જગ્યા ઉભી કરી છે. તેની વિશ્વસનીયતા જાગી છે. સફળ લોંચિંગની સાથે સાથે સૌથી ઓછા ખર્ચમાં પણ ઇસરો દ્વારા સેટેલાઇટ લોંચ કરવામાં આવે છે.
કો પેસેન્જર સેટેલાઇટ લોંચ કરવામાં પણ ઇસરોએ મહારથ હાંસલ કરી છે. આજે સફળ લોંચિંગની સાથે જ તેની એક વધુ સિદ્ધિ થઇ ગઈ છે. આજેમાત્ર ૧૭ મિનિટના ગાળામાં જ પીએસએલવી રોકેટે તમામ ઉપગ્રહોને સફળરીતે તેમની પરિભ્રમણ કક્ષામાં મુક્યા હતા. ૩૧ સેટેલાઇટનું કુલ વજન ૨૬૧.૫ કિલોગ્રામ રહ્યું છે. ભારતમાં ઉપગ્રહ મારફતે જમીનથી ૬૩૦ કિલોમીટરના અંતરે Âસ્થત અંતરિક્ષથી જમીન ઉપર રહેલી ચીજાને ૫૫ જુદા જુદા રંગની ઓળખ સાથે ભારતીય ઉપગ્રહ ઓળખી શકશે. આનાથી દેશની ઘણી બધી બાબતો વધુ હળવી બનશે. ઇસરો વિશ્વભરમાં તમામ દેશો પાસેથી પ્રતિષ્ઠા મેળવી છે.