ઇસરોની સિદ્ધી : એક સાથે ૩૧ સેટેલાઇટ સફળરીતે લોંચ થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

 

શ્રીહરિકોટા :  ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ આજે તેની યથકલગીમાં વધુ એક મોરપીછુ ઉમેરી લીધુ હતુ. ઇસરોએ પોલાર સેટેલાઇટ લોંચ વ્હીકલ સી-૪૩ મારફતે આજે સવારે એકસાથે ૩૧ સેટેલાઇટ સફળતાપૂર્વક લોંચ કર્યા હતા. આ પ્રસંગે ઇસરોના તમામ ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. સફળ લોંચ બાદ ઉપસ્થિત અધિકારીઓમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન અંતરિ૭ કેન્દ્ર પરથી સવારે ૯.૫૮ વાગે તમામ સેટેલાઇટને લોંચ કરવામાં આવ્યા હતા. આ સેટેલાઇટમાં ભારતના હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે બીજા દેશોના ૩૦ અન્ય સેટેલાઇટ લોંચ કરવામાં આવ્યા હતા. આ સેટેલાઇટને પીએઅસએલવી-૪૩ મારફતે લોંચ કરવામાં આવ્યા બાદ ભારતીય લોકોમાં ગર્વની ભાવના ફેલાઇ ગઇ હતી. અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતે એકપછી એક મોટી સફળતા હાંસલ કરવાનો સિલસિલો જારી રાખ્યો છે.

આજે આ ક્રમમાં વધુ મોટી સફળતા મળી હતી. આ મિશન મારફતે ભારત સહિત નવ દેશોના ૩૧ સેટેલાઇટ લોંચ કરવામાં આવ્યા હતા. ભારતના હાઇપર સ્પેક્ટ્રલ સેટેલાઇટને લઇને કેટલીક ખાસ બાબતો રહેલી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨મી એપ્રિલના દિવસે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ વધુ એક મોટી સિદ્ધિ હાસલ કરી હતી. ઇસરોએ આજે પોતાના નેવિગેશન સેટેલાઇટ આઈઆરએનએસએસ-૧આઈને સફળતાપૂર્વક લોંચ કરી દેતા વૈજ્ઞાનિક સમુદાયમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત  આઈઆરએનએસએસ-૧આઈ સેટેલાઈટને પીએસએલવી-સી૪૧ રોકેટ મારફતે લોંચ કરવામાં સફળતા મળી હતી. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી વહેલી પરોઢે ચાર વાગે આઈઆરએનએસએસ-૨ને ફર્સ્ટ લોંચ પેડ (એફએલપી)થી પીએસએલવી-સી૪૧ મારફતે લોંચ કરી દેવામાં આવ્યું હતું. આઈઆરએનએસએસ-૧આઈ આઈઆરએનએસએસ-૧એચ સેટેલાઇટની જગ્યાએ છોડવામાં આવ્યો છે જેના લોન્ચિંગમાં ગયા સપ્તાહમાં નિષ્ફળતા હાથ લાગી હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ હાલમાં નિષ્ફળતાનો સામનો કર્યા બાદ આને લઇને ખુબ જ સાવચેતી રાખવામાં આવી હતી. પીએસએલવી-સી૪૧ના ટેક્સ્ડબુક પ્રકારના લોંચમાં ચાર તબક્કા રહ્યા હતા. નિર્ધાિરત પરિભ્રમણ કક્ષામાં ગોઠવાઈ જવામાં આ સેટેલાઇટને ૧૯ મિનિટ લાગ્યા હતા. નેવિગેશન સેટેલાઇટ આઈઆરએનએસએસ-૧એની જગ્યાએ આને છોડવામાં આવ્યો હતો. આઈઆરએનએસએસ-૧આઈનું વજન ૧૪૨૫ કિલોગ્રામ હતુ. અને તેની અવધિ ૧૦ વર્ષની રહેલી છે. નેવિગેશન સેટેલાઇટના ક્ષેત્રમાં ભારતે હાલના વર્ષોમાં ઉલ્લેખનીય સફળતા હાસલ કરી છે. ઇસરોએ સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત આઈઆરએનએસએસ-૧આઈને લોંચ કરીને અગાઉની નિષ્ફળતાના રેકોર્ડને દૂર કરીને પોતાની સર્વોપરિતા પૂરવાર કરી હતી.

 

 

Share This Article