સહારનપુર : પોતાના નિવેદનોના કારણે હમેશા વિવાદમાં રહેનાર કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે મંદિર-મસ્જિદને લઇને ફરી એકવાર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ગિરીરાજસિંહે કહ્યું હતું કે, જ્યારે દેશમાં ૩૦ લાખ મસ્જિદ બની શકે છે તો અયોધ્યામાં ભગવાન રામનું મંદિર કેમ બની શકે નહીં. ગિરીરાજે કહ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન રામનું મંદિર દેશના ૧૦૦ કરોડ હિન્દુ લોકોની આસ્થા સાથે જાડાયેલો વિષય છે. દેવબંદ શિક્ષણનું મંદિર નથી. શિક્ષણનું મંદિર ગુરુકુળ છે. ગિરીરાજે અયોધ્યામાં મંદિરની માંગ કરતા કહ્યું હતું કે, જ્યારે દેશભરમાં ૩૦ લાખ મસ્જિદોનું નિર્માણ થઇ શકે છે તો રામ મંદિર કેમ બની શકે નહીં. છેલ્લા કેટલાક દિવસથી ભાજપ, સંઘ, તમામ હિન્દુ સંગઠનો દ્વારા રામ મંદિરના નિર્માણને લઇને નિવેદનબાજી કરવામાં આવે છે.