અમદાવાદ : એચડીએફસી બેન્કે આજે તેનું ભાવિ પેઢીનું મોબાઈલ બેન્કિંગ એપ લોન્ચ કરી હતી, જે ઉપભોક્તાઓને ગમે ત્યાંથી તેમના બેન્ક ખાતાને આસાનીથી પહોંચ આપે છે. આ ભાવિ પેઢીની એપ ગ્રાહકોને તેઓ જે રીતે જીવે છે તેમ બેન્ક વ્યવહાર કરવાની સુવિધા આપે છે. આ આસાન, જ્ઞાનાકાર નેવિગેશન છે અને તેમાં બહેતર સલામતી અને પહોંચ માટે બાયોમેટ્રિક લોગ ઈન જેવા ફીચર્સ છે. તે ઉપભોક્તાઓને સમજવામાં આસાન ૩ શ્રેણી- પે, સેવ એન્ડ ઈન્વેસ્ટના રૂપમાં ગ્રુપિંગ લેણદેણ દ્વારા સર્વ નાણાકીય અને ટેકનિકલ મુશ્કેલીઓ દૂર કરે છે. ગ્રાહકો ડેશબોર્ડ જોઈ શકે છે, જે બેન્ક પાસેની સર્વ અસ્કયામતો અને લાયેબિલિટીઓનો ૩૬૦ ડિગ્રી ફાઈનાન્શિયલ સ્નેપશોટ આપે છે. ૧૨૦થી વધુ લેણદેણ એપ પર ઉપલબ્ધ છે, જે મોજુદ નેવિગેશન અને ઉપયોગની શૈલી સાથે ગ્રાહક સંશોધન અને પ્રતિસાદનો સઘન અભ્યાસ કરવાને આધારે પસંદ કરવામાં આવ્યું છે.
એચડીએફસી બેંકનું આ નવું બેન્કિંગ એપ નવી દિલ્હીમાં બેન્કના વાર્ષિક ડિજિટલ ઈનોવેશન સમિટ- ૨૦૧૮માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અંગે એચડીએફસી બેન્કના ડિજિટલ બેન્કિંગના કન્ટ્રી હેડ શ્રી નીતિન ચુઘે જણાવ્યું હતું કે, ભાવિ પેઢીના મોબાઈલ બેન્કિંગ એપની અમુક વિશિષ્ટતાઓ છે, જેમાં બહેતર સલામતી માટે ફિંગરપ્રિંટ અને ફેશિયલ રેકગ્નિશન (આઈફોન એક્સ) સાથે બાયોમેટ્રિક લોગ-ઈનનો સમાવેશ કરાયો છે. તેના આકર્ષણો જાઇએ તો, પે, સેવ, ઈન્વેસ્ટ જેવી ગ્રાહકોની જરૂરતોને આધારે આસાન નેવિગેશન, બિલ અને યુટિલિટીઝ પેમેન્ટ્સ પર એપ દ્વારા નોટિફિકેશન, ફંડ ટ્રાન્સફરને બદલે ટ્રાન્સફર મની જેવી બધી લેણદેણ માટે સરળ પરિભાષા, સ્માર્ટ અને જ્ઞાનાકાર ટેકનોલોજી, જે લેણદેણનું પ્રમાણ અને સમયને આધારે સરળતાથી એનઈએફટી આઈએમપીએસ અથવા આરટીજીએસ સહિતના વિકલ્પો, કોઈ પણ સોશિયલ મિડિયા ચેનલ જેવા ગ્રાહકલક્ષી પ્રોફાઈલ પિક્ચર્સ અને ગ્રાહકોના ઉપયોગ અને જરૂરતોને આધારે પર્સનલાઈઝ્ડ નોટિફિકેશન્સ અને ડિસ્પ્લે ગ્રાહકોને બહુ ઉપયોગી બનશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે ૨૦૧૪માં ગંગી નદીના પટ પરથી અમારું સૂત્ર બેન્ક આપકી મુઠ્ઠી મેં રજૂ કર્યું ત્યારથી મોબાઈલની શક્તિને ઓળખી છે. આજે લોકો મોબાઈલનો જે રીતે ઉપયોગ કરે છે તેમાં સતત ઉત્ક્રાંતિ આવી રહી છે અને અમારી ભાવિ પેઢીનું એપ આ ઉત્ક્રાંતિ પ્રદર્શિત કરે છે. ભાવિ પેઢીનું એપ ગ્રાહકોના જીવનનો સતત હિસ્સો બનવા, તેમની જરૂરતોને સમજવા અને અસલ સમયનો અનુભવ આપે તેવી પ્રોડક્ટો અને સેવાઓ આપવા માટે તેના વર્તમાન પ્રવાસમાં બેન્ક દ્વારા વધુ એક નોંધનીય પગલું છે.