નવીદિલ્હી : ભારતીય મહિલા વનડે ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે આજે સીઓએ સભ્ય ડાયના એડ્ડુલ્જી ઉપર પક્ષપાતનો આક્ષેપ કર્યો હતો. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, મહિલા ટીમના મુખ્ય કોચ રમેશ પોવાર ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે, પૂર્વ ક્રિકેટરે તેમને અપમાનિત કરી હતી. મહિલા વર્લ્ડટીમ-૨૦માં ઇંગ્લેન્ડની સામે સેમિફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવેલી મિતાલીએ મૌન તોડતા કહ્યું છે કે, એડુલ્જીએ તેની સામે પોતાના હોદ્દાનો ફાયદો ઉઠાવ્યો છે. ૩૫ વર્ષીય મિતાલીને વેસ્ટઇન્ડિઝમાં રમાયેલા વર્લ્ડકપની ટ્વેન્ટીમાં સતત અડધી સદી છતાં સેમિફાઇનલમાં રમવાની તક મળી ન હતી. આ મેચમાં ભારતને આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મિતાલીએ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જાહરી અને ક્રિકેટ ઓપરેશન જીએમ સબ્બા કરીમને એક પત્ર લખીને પોતાની તરફેણ કરી હતી. મિતાલીએ એમ પણ લખ્યું છે કે, ૨૦ વર્ષની લાંબી કેરિયરમાં પ્રથમ વખત અપમાનિત અને નિરાશાની ભાવના જાગી છે.
તેને એવું વિચારવાની ફરજ પડી છે કે, દેશ માટે તેની સેવાનું મહત્વ સત્તામાં રહેલા કેટલાક લોકો માટે નથી. જેના કારણે તેના આત્મવિશ્વાસને મોટો ફટકો પડ્યો છે. તેનું કહેવું છે કે, તે ટી-૨૦ કેપ્ટન હરમનપ્રિતની સામે કોઇપણ પ્રતિક્રિયા આપવા માંગતી નથી પરંતુ તેને બહાર રાખવા માટે કોચના નિર્ણય પર તેના સમર્થનથી આઘાત લાગ્યો છે. મિતાલીએ એમ પણ કહ્યું છે કે, તે પ્રથમ વખત દેશ માટે વર્લ્ડકપ જીતવા ઇચ્છુક હતી. દુખ પણ છે કે, અમે સુવર્ણ તક ગુમાવી દીધી છે.
મિતાલીએ કહ્યું છે કે, ભારતના પૂર્વ કેપ્ટન એડુલ્જી પર અમે વિશ્વાસ રાખ્યો છે જેનાથી ફટકો પડ્યો છે. ડાયના પર તેને ખુબ વિશ્વાસ હતો. તેનું સન્માન કરતી હતી. ક્યારેય એવું વિચાર્યું ન હતું કે તે તેની સામે પદનો ઉપયોગ કરશે. ખાસ કરીને એ વખતે જ્યારે વેસ્ટઇન્ડિઝમાં જે કંઇપણ થયું તે અપમાનજક બાબત છે. સેમિફાઇનલમાંથી બહાર રાખવાના તેના નિર્ણયથી આઘાત લાગ્યો છે. મિતાલીએ કહ્યું હતું કે, જા તેને રમવાની તક મળી હોત તો દેશના હિતમાં રહી હોત. ખુબ જ અપમાનજનક બાબતનો સામનો તે કરી રહી છે. પોતાની કેરિયરમાં ૧૦ ટેસ્ટ મેચ અને ૧૯૭ વનડે મેચ રમી ચુકેલી મિતાલીએ કહ્યું હતું કે, જ્યારે અમે વિન્ડિઝ પહોંચ્યા ત્યારે તમામ બાબતો શરૂ થઇ ગઈ હતી. પહેલા કેટલાક ઇશારા મળ્યા હતા કે, કોચ પોવારના તેની સાથે વર્તન યોગ્ય નથી પરંતુ આની તરફ તે ધ્યાન આપી રહી ન હતી.