હૈદરાબાદ : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની વચ્ચે એક વિડિયો વાયરલ થયો છે જેમાં મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ એમ કહેતા નજરે પડી રહ્યા છે કે, તેમની પાર્ટીના મુસ્લિમ કાર્યકરો આ બાબતને લઇને ખાતરી કરે કે, મુસ્લિમ બહુમતિવાળા ક્ષેત્રોમાં ૯૦ ટકા મતદાન થાય. આ નિવેદન બાદ હવે વધુ એક ચોંકાવનારી વિગત પણ સપાટી ઉપર આવી છે. આ નિવેદન બાદ હવે કોંગ્રેસે તેલંગાણા વિધાનસભા ચૂંટણી પહેલા મોટું પગલું લીધું છે. પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં માત્ર મુસ્લિમ સમુદાય ઉપર જ સાત યોજનાઓ જાહેર કરી દીધી છે. લઘુમતી સમુદાયના મત મેળવી શકાય તે હેતુસર આ યોજના જાહેર કરવામાં આવી છે.
કોંગ્રેસના આ ઘોષણાપત્રમાં નોંધવામાં આવેલી આ યોજનાઓમાં ચર્ચ અને મુસ્લિમોને મફત વિજળી આપવાનું વચન અપાયું છે. મુસ્લિમ યુવતીઓને સરકારી કોન્ટ્રાક્ટમાં ખાસ અવસર આપવાની વાત કરવામાં આવી છે. ગરીબ મુસ્લિમ વિદ્યાર્થીઓને ૨૦ લાખ રૂપિયાની સહાયતા આપવાની વાત કરવામાં આવી છે.
આ ઉપરાંત પણ પણ ઘણી બધી જાહેરાતો મુસ્લિમ સમુદાયના લોકો માટે કરવામાં આવી છે. ખાસ બાબત એ છે કે, પ્રજાની વચ્ચે ચાર પક્ષોની ઘોષણાનું જે વચન આપવામાં આવ્યું છે તેમાં કેટલીક બાબતો દુવિધા જેવી છે. આ વચનો ચાર પક્ષો વચ્ચે ગઠબંધન સાથે અપાયા છે. આ ગઠબંધનમાં કોંગ્રેસ, ટીડીપી, તેલંગાણા જનસમિતિ સામેલ છે. સંયુક્ત સહમતિના આધાર પર આ ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી પણ અલગ ઘોષણાપત્ર જારી કરાશે. ભાજપ તરફથી કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસ ઉપર મુસ્લિમ સમુદાયને ખુશ કરવાના આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે, ભાજપ સરકારે હમેશા કોઇની સાથે ભેદભાવ કર્યા વગર સશÂક્તકરણને મહત્વ આપ્યું છે.