મુંબઇ : અક્ષય કુમાર અને રજનિકાંત અભિનિત ફિલ્મ ટુ હવે રજૂઆતના કિનારે છે. ફિલ્મ શુક્રવારના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જા કે બંપર ઓપનિંગ મળવાના કારણે ફિલ્મ રજૂ થાય તે પહેલા જ કેટલાક રિકોર્ડ તો સર્જી ચુકી છે. રજનિકાંત અભિનિત આ ફિલ્મની કમાણી રજૂ થયા તે પહેલાજ ૧૦૦ કરોડથી ઉપર પહોંચી ગઇ છે. બીજી બાજુ આ ફિલ્મની સિક્વલને લઇને નિર્દેશક શંકરે કહ્યુ છે કે રજનિકાંત વગર ફિલ્મની સિક્વલ શક્ય નથી. શંકરે કહ્યુ છે કે ફિલ્મની પટકથા શાનદાર રહે તે જરૂરી છે. ચિટ્ટીની ભૂમિકા અદા કરવા માટે યોગ્ય પાત્રની શોધ કરવાની કોઇ જરૂર નથી. કારણ કે આ રોલ રજનિકાંત સિવાય અન્ય કોઇ કરી શકે તેમ નથી. બંપર એડવાન્સના કારણે ફિલ્મની રજૂઆત પહેલા ફિલ્મ હિટ થવાની દિશામાં વધી રહી છે.
અત્રે નોંધનીય છે કે હજુ સુધીની સૌથી મોંઘી ફિલ્મ તરીકે આને ગણવામાં આવે છે. ૬૦૦ કરોડના જંગી ખર્ચે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ભારતમાં બનેલી તે હજુ સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. રજનિકાંત અને અક્ષય કુમાર સિવાય ફિલ્મમાં એમી જેક્સન મુખ્ય રોલમાં નજરે પડી રહી છે. વર્ષ ૨૦૧૦માં આવેલી રજનિકાંત અને એશની રોબોટ ફિલ્મની સિક્વલ ફિલ્મ છે. શંકરે હાલમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે સિક્વલ ફિલ્મને લઇને હાલમાં કોિ યોજના નથી. જા કે રજનિકાંત વગર ફિલ્મની સિક્વલ શક્ય નથી. શંકરે કહ્યુ છે કે તેમના માટે ફિલ્મની ફ્રેન્ચાઇસને આગળ વધારી દેવાની બાબત એટલી ઉપયોગી નથી. તેમનો મુખ્ય ઉદ્ધેશ્ય ચિટ્ટીના મારફતે દર્શકોને રોમાંિચિત કરવાનો હોય છે. ચિટ્ટીને તમામ વયના લોકો પસંદ કરી રહ્યા છે. તેમની ઇચ્છા છે કે સુપરમેન, સ્પાઇડર મેન અને બેટમેન જેવા પાત્રને લોકપ્રિય બનાવી દેવાની યોજના છે.
રોબો નામના એક સુપરહિરોને રાખવા માટે કેટલાક પાસા છે. શંકરે કહ્યુ છે કે ટુ બાદ થ્રી બનાવી શકાય છે. રજનિકાંત ફિલ્મમાં હોવાના કારણે ચાહકો ફિલ્મને લઇને ઉત્સુકતાથી રાહ જાઇ રહ્યા છે. ફિલ્મ એમી જેક્સન અને અક્ષય કુમાર માટે પણ કેરિયરની સૌથી મોટી ફિલ્મ તરીકે સાબિત થઇ શકે છે. રજનિકાંતની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરે છે. આવી Âસ્થતીમાં આ ફિલ્મ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવે છે.