વિજય રૂપાણીની મુંબઈમાં વન ટુ વન મિટિંગ યોજાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જાન્યુઆરી-૨૦૧૯ માં યોજાનારી નવમી કડીની પુર્વ તૈયારીરૂપે મુંબઇમાં પ્રતિષ્ઠિત વેપાર-ઉદ્યોગ-સંચાલકો સાથે  વન ટુ વન બેઠકનો દૌર યોજયો હતો. આ બેઠકના પ્રથમ તબક્કા માં ટાટા સન્સ લિમિટેડ,  આર પી જી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ,  હીરાનંદાની ગ્રુપ, યુનાઇટેડ ફોસફરસ લીમીટેડ, વેલ્સ્પુન લીમીટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એબોટ્ટના સંચાલકોએ મળીને ગુજરાતમાં તેમના પ્રોજેક્ટના ભાવિ રોકાણો માટે ફળદાયી પરામર્શ કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી સાથે રીયાલન્સ ઇન્ડસ્ટ્રીઝના નીખીલ મેશવાનીએ પણ વન ટુ વન બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીએ તેમને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા  નિમંત્રણ આપવા સાથે  રોકાણોને વાસ્તવિક સ્વરૂપ આપવા અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં આગામી ડિસેમ્બર માસ માં દહેજ કચ્છ દ્વારકા સોમનાથ ભાવનગર અને પીપાવાવ એમ છ સ્થળોએ ૧૦૦ એમએલડીના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટેની ટેન્ડર પ્રકિયા શરૂ કરાશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં પીવાના પાણીની સમસ્યાના હલ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્લાન્ટ પીપીપી ધોરણે સ્થાપવાની દિશામાં  મુંબઈમાં વન ટુ વન બેઠકમાં  દિશા નિર્દેશ આપ્યો હતો.

ગિફ્‌ટ સિટી  હવે ગ્લોબલ ફાયનાન્સિયલ હબ બન્યું છે ત્યારે આ સંચાલકો પોતાના રોકાણ અને કારોબાર ત્યાં શરૂ કરે તે માટે પણ વિજય રૂપાણીએ ચર્ચા વિમર્શ કર્યો હતો. રૂપાણીએ  ગુજરાત આંતર માળખાકીય સુવિધાઓમાં દેશનું અગ્રણી રાજ્ય છે, તેનો વ્યાપક લાભ લેવા પણ આ ઉદ્યોગકારો ને સૂચવ્યું હતું. તેમણે ડિફેન્સ સેક્ટર અને એરો સ્પેસ સેક્ટરમાં પણ ગુજરાતમાં રોકાણની તકોની સંભાવનાઓ  અંગે પણ વાતચીત કરી હતી. સનફાર્માના દિલીપ સંઘવીએ પણ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં   ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં રીંન્યુએબલ એનર્જીના ઉપયોગ અંગે વિશદ પરામર્શ કર્યો હતો.

 

Share This Article