૧૭, જાન્યુઆરીઃ ભારતીય ટીમે પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન જાળવી રાખી યુ.એ.ઇના અજમાનમાં એમસીસી ગ્રાઉન્ડ ખાતે બાંગ્લાદેશને ૭ વિકેટે હાર આપી છે. બાંગ્લાદેશે ટેસ જીતી બેટિંગમાં ઉતરી હતી. ૩૮.૫ ઓવરમાં ઓલઆઉટ થઇ ૨૫૬ રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ત્રણ વિકેટના ભોગે ૨૩ ઓવરમાં ૨૫૯ રન કરી જીત મેળવી છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત શારજાહ ખાતે ૨૦ જાન્યુઆરીએ પાકિસ્તાન સામે ટકરાશે. શારજાહ ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ટક્કર માટે જાણીતું છે.
બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી અને ૫૦થી ઓછા રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશ માટે અબ્દુલ મલિકે અણનમ ૧૦૮ રન બનાવ્યા હતા. ભારતની મજબૂત બોલિંગ પ્રદર્શન કર્યું હતુ. દૂર્ગા રાવે ૩ ઓવરમાં ૨૦ રન આપી ૩ વિકેટ ખેરવી હતી, જ્યારે દિપક મલિક અને પ્રકાશે ૨-૨ વિકેટ મેળવી હતી.
મેન ઓફ ધ મેચ ગણેશ મુહુદકરે ૬૯ બોલમાં ૧૧૨ રન બનાવ્યા હતા. દિપકે ૪૩ બોલમાં ૫૩ રન અને નરેશે ૧૮ બોલમાં ૪૦ રનનું યોગદાન આપ્યું હતુ.
મેન ઓફ ધ મેચ ગણેશ મુહુદકર
ભારત સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અજય રહ્યું છે તેથી ભારતને જીત માટે દાવેદાર ગણવામાં આવે છે. જે પાકિસ્તાન સામે ફાઇનલમાં ટકરાશે.