અયોધ્યા: અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તથા કઠોર કલમો હેઠળ મંદિર શહેર અયોધ્યામાં સંતોની ધર્મસભા યોજાઈ હતી. સવારથી જ તમામ રસ્તાઓ ઉપર જય શ્રીરામ મંદિર વહીં બનાયેંગે જેવા નારાની ગુંજ જાવા મળી હતી. ધર્મસભાની શરૂઆતને લઇને ભારે ઉત્તેજના જાવા મળી હતી. મોટી સંખ્યામાં સંતો પહોંચી રહ્યા હતા. મોટા મંચ ઉપર ૧૦૦થી પણ વધારે સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નૃત્યગોપાલદાસ, રામભટ્ટાચાર્ય, રામાનુચાર્યનો સમાવેશ થાય છે. કાર્યક્રમ તરફ દોરી જતા તમામ માર્ગો ઉપર જંગી ભીડ જાવા મળી હતી. લોકોને રોકવા માટે જુદી જુદી જગ્યાઓએ બેરીકેર પણ મુકવામાં આવ્યા હતા.
ધર્મ સભામાં મોટી સંખ્યામાં મહિલા અને બાળકો પણ પહોંચ્યા હતા. ધર્મસભાના સ્થળ ઉપર પહોંચવામાં શિવસેના વડા ઠાકરે પણ સમય લાગ્યો હતો. ધર્મસભાના સ્થળ ઉપર પહોંચવા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ધર્મસભાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આમા સંઘ પરિવારનું પણ સમર્થન મળ્યું હતું. ભાજપે પણ પોતાની હાજરી પુરવાર કરી હતી. આજે યોજાયેલી ધર્મસભામાં મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા. આમા મંદિર નિર્માણ માટે પૂર્ણ જમીન આપવાની માંગ કરવામાં આવી હતી. કલાકો સુધી આ બેઠક ચાલી હતી. ધર્મસભાને ધ્યાનમાં લઇને તપસ્વી છાવણી મહંત પરમહંસદાસને નજરકેદ કરવામાં આવ્યા હતા. ધર્મસભાના એક દિવસ પહેલા જ અયોધ્યાને છાવણીમાં ફેરવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સીસીટીવી અને ડ્રોન મારફતે સ્થિતી પર નજર રાખવામાં આવી હતી. અયોધ્યા અને નજીકના જિલ્લાની પોલીસ ઉપરાંત પીએસી પ્રાંતીય સશ† પોલીસ દળની મોટા પાયે તૈનાતી કરવામાં આવી હતી. પીએસીની ૪૮ કંપની તૈનાત કરી દેવામાં આવી હતી. ચારેબાજુ બ્લેક કમાન્ડો પણ ગોઠવી દેવામાં આવ્યા હતા.
કેટલીક કલમો લાગુ કરી સ્થિતીને હળવી કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા જે સફળ રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ અયોધ્યાને આઠ ઝોન અને ૧૬ સેક્ટરમાં વિભાજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અયોધ્યામાં પીએસી દળની સંખ્યા ૨૦થી વધારીને ૪૮ કંપની કરી દેવામાં આવી હતી. એસપી સ્તરના પાંચ અને અન્ય ઉપરના અધિકારીઓની ગોઠવણી કરી દેવામાં આવી હતી. અયોધ્યા અને ફૈઝાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી. અયોધ્યા અને ફેજાબાદને કિલ્લામાં ફેરવી દેવાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને સામાન્ય લોકોનો ટેકો મેળવી લેવા માટે મોટા પાયે આયોજન કરવામાં આવ્યા હતા. શહેરમાં સીઆરપીએફની તૈનાતી કરવામાં આવી હતી. અયોધ્યા અને ફેઝાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરાઇ હતી. રામજન્મ ભૂમિની અંદર અને બહાર વિશેષ સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા.