કેટલાક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પહેલી જાન્યુઆરીથી માન્ય રહેશે નહીં. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા જુના આદેશ મુજબ મેગ્નેટીક કાર્ડ આવી જશે. જેમાં ઈએમવી ચીપ, પીન આધારીત વ્યવસ્થા રહેશે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ સુધી આ નવી વ્યવસ્થા આવી જશે. યુઝરોને આને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તેમના પ્રવર્તમાન ધિરાણદારો પાસેથી જુની ટેકનોલોજીના કાર્ડ બદલી આપવા માટે પુરતો સમય રહેશે. નવા ઈએમવી કાર્ડ વધુ સુરક્ષા સાથે આવશે.
સાથે સાથે તેમા છેતરપિંડીની શક્યતા પણ ઓછી રહેશે. ૨૭મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે આ આદેશ જારી કરાયો હતો અને બેન્કોને આ પ્રક્રિયાને પૂર્ણ કરવા ત્રણ વર્ષની મહેતલ આપી હતી. પહેલી સપ્ટેમ્બર ૨૦૧૫થી અમલી આવે તે રીતે આરબીઆઈ આદેશ કરીને નવા કાર્ડ જારી કરવા માટે બેન્કોને કહ્યું હતું. ઈએમવી એક ચીપ કાર્ડ સિક્યુરિટી છે જે ડેબિટ, ક્રેડિટ કાર્ડ સિક્યુરિટીમાં લેટેસ્ટ સ્ટાન્ડર્ડ તરીકે છે. ઈએમવી યુરોપેમ, માસ્ટર કાર્ડમાં અને વિઝામાં રહેલું છે. જેમાં નાના માઈક્રો ચીપ હોય છે જે છેતરપિંડીની સ્થિતિમાં ખરીદારોને બચાવશે.