મુંબઈ : કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ આજે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને આગામી છ મહિના સુધી આરબીઆઈ પાસેથી નાણાની કોઈ જરૂર નથી. તેમણે વિપક્ષના એવા આક્ષેપોને ફગાવી દીધા હતા કે સરકાર આગામી વર્ષે યોજાનાર સામાન્ય ચુંટણી પહેલા પોતાની યોજનાઓ માટે નાણાંનો ઉપયોગ કરી રહી છે. આના માટે કેન્દ્રિય બેન્કના નાણાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેટલીએ એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને આગામી છ મહિના સુધી પૈસાની કોઈ જરૂર દેખાતી નથી. ટીકાકારોએ સરકાર ઉપર ભારતીય રિઝર્વ બેન્કની સ્વાયતત્તાને નુકસાન પહોંચવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે જેટલીએ કહ્યું હતું કે તેઓ સંસ્થાની સ્વાયતત્તાનું સન્માન કરે છે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે અમે આરબીઆઈની સ્વાયત્તતાનું સન્માન કરી રહ્યા છીએ પરંતુ જા કેટલાક સેકટરોમાં મંદી છે તો આવા મુદ્દાઓને પણ ઉઠાવતા ખચકાઈશું નહીં.
અમે આરબીઆઈ સમક્ષ પણ આ મુદ્દા ઉઠાવીશું. કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ઉપર આરબીઆઈમાં નાણાં ઉપર નજર રાખવાનો આક્ષેપ કર્યો છે. પૂર્વ કેન્દ્રિય નાણા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા છેલ્લા સપ્તાહમાં ટ્વીટ કરીને ચુક્યા છે કે કેન્દ્ર સરકાર આરબીઆઈના નાણા ઉપર નજર રાખી રહી છે.આરબીઆઈના નાણા ઉપર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્રિય બેન્કને પોતાના અંકુશમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં કેન્દ્ર સરકાર આરબીઆઈના સરપ્લસ રિઝર્વને ટ્રાન્સફર કરવાનું કેન્દ્રિય ેબન્ક ઉપર દબાણ લાવી રહી છે જેના કારણે બેન્કના બોર્ડે એક નિષ્ણાત કમિટી બનાવવાનો નિર્ણય કર્યો હતો જે આ બાબત નક્કી કરશે કે આરબીઆઈની પાસે હાલમાં રોકડ પુરતા પ્રમાણમાં છે કે કેમ. ગયા સપ્તાહમાં આરબીઆઈ બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારના સભ્યો પણ ઉપસ્થિત થયા હતા. બોર્ડે આરબીઆઈને નાની કંપનીઓની સહાયતા કરવા અને સામાન્ય ચુંટણી પહેલા બેન્કો દ્વારા લોન આપવાના મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકાર વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી વ્યાપક ખેંચતાણ ચાલી રહી હતી.
રિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આરબીઆઈની બોર્ડ બેઠક યોજાઈ હતી. બોર્ડ બેઠક પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ ખેંચતાણના માહોલ વચ્ચે રાજીનામું આપી દેશે. જાકે આ પ્રકારના અહેવાલો આધાર વગરના રહ્યા હતા. જાકે હવે આરબીઆઈ અને સરકાર સાથે મળીને સમસ્યાઓ તરફ ધ્યાન આપી રહી છે. જેટલીએ આજે કહ્યું હતું કે આરબીઆઈની સ્વાયતત્તાનું સંપૂર્ણ સન્માન કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાત કમિટી બનાવવામાં આવ્યા બાદ કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ ઉપર ધ્યાન આપવામાં આવશે. આરબીઆઈ અને કેન્દ્ર વચ્ચે હાલ પુરતી ખેંચતાણ રોકાઈ ગઈ છે. બાકીના નિર્ણય ૧૪મી ડિસેમ્બરના દિવસે લેવાશે.