જમ્મુ કાશ્મીરના અનંતનાગના બિજબહેરામાં સુરક્ષા દળોની સાથે થયેલી ભીષણ અથડામણમાં છ ત્રાસવાદીઓ ઠાર થયા છે. આની સાથે જ ભારતીય સેના અને પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોના જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હજુ આ વિસ્તારમાં વધુ કેટલાક ત્રાસવાદીઓ છુપાયેલા હોઇ શકે છે. જેથી જારદાર ઓપરેશન હજુ ચાલી રહ્યુ છે.મોટી સફળતાની સાથે સાથે નીચે મુજબ છે.
- કુલગામમાં ગુરૂવારના દિવસે હુમલો કરવામાં આવ્યા બાદ શુક્રવારે સવારે પણ અનંતનાગમાં બિજબહેરા ખાતે અથડામણમાં છ ત્રાસવાદીઓ ઠાર કરી દેવાયા
- ઠાર કરી દેવાયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા
- ત્રાસવાદીઓનો સતત ખાતમો કરવામાં આવી રહ્યો છે
- જમ્મુ કાશ્મીરના ચોક્કસ વિસ્તારમાં કટ્ટરપંથીઓ અને તેમના સાહનુભુતિવાળા લોકોના ટેકાના કારણે ત્રાસવાદીઓ તેમના ઇરાદામાં સફળ સાબિત થઇ રહ્યા છે
- સુરક્ષા દળોની કાર્યવાહીમાં અનેક વખત પથ્થરબાજા અડચણો ઉભી કરે છે
- ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી
- મોટા ઓપરેશનમાં છ ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા બાદ પણ આજે દિવસ દરમિયાન ઓપરેશન જારી રાખવાની તૈયારી
- અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન હમેંશા યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરે છે અને સુરક્ષા દળોનુ ધ્યાન ભંગ કરીને ત્રાસવાદીઓ અને ઘુસણખોરોને ઘુસાડી દેવામાં સફળ સાબિત થઇ જાય છે
- છેલ્લા થોડાક મહિનામાં ત્રાસવાદી ગતિવિધીમાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે
- મંગળવારના દિવસે શોપિયન જિલ્લામાં એન્કાઉન્ટરમાં ચાર ત્રાસવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા