માલ્યાને ફટકો :  લંડનની સંપત્તિ હાથમાંથી જઇ શકે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લંડન :  શરાબ કારોબારી વિજય માલ્યાના સારા દિવસો હવે ખતમ થઇ રહ્યા છે. સરકારી બેંકો પાસેથી લોન લઇને ચુકવ્યા વગર ફરાર થયેલા વિજય માલ્યાને બ્રિટનની કોર્ટ તરફથી મોટો ફટકો પડી ગયો છે. લંડનના પોશ વિસ્તારમાં સ્થિત ભવ્ય મકાન તેમના હાથમાંથી નિકળે તેવી શક્યતા છે.સ્વિસ બેંક યુડીએસ દ્વારા લોનની વસુલાત માટે જપ્ત કરવાની પ્રક્રિયાની સામે માલ્યા દ્વારા કરવામાં આવેલી દલીલોને બ્રિટનની હાઈકોર્ટે ફગાવી દીધી છે. હવે આ મામલામાં સુનાવણી મે ૨૦૧૯માં થશે. ભારત સરકાર બ્રિટન પાસેથી માલ્યાના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. ભારતમાં માલ્યાની સંપત્તિ પૈકીની અનેક સંપત્તિ જપ્ત થઇ ચુકી છે. હવે આ કારોબારીના હાથમાંથી લંડનમાં ભવ્ય આવાસ પણ નિકળે તેવી શક્યતા છે. સ્વિસ બેંક યુબીએસને ગિરવે મુકીને ૨.૦૪ કરોડ પાઉન્ડ અથવા તો ૧૯૫ કરોડ રૂપિયાની લોનની વસુલાત કરી શકે છે.

અત્રે નોંધનીય છે કે, લંડન સ્થિત કોર્નવોલ ટેરેસ સ્થિત માલ્યાના આવાસમાં ગોલ્ડન ટોયલેટ સીટ છે. આવી સ્થિતિમાં આ સીટ પણ યુબીએસના અધિકાર હેઠળ જઇ શકે છે. માલ્યા દ્વારા પોતાનું ઘર યુબીએસ દ્વારા અધિકારમાં લેવાને લઇને કાયદાકીય લડત શરૂ કરી છે. માલ્યાને કાયદાકીય લડાઈમાં એ વખતે મોટો ફટકો પડી ગયો છે ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલી અનેક દલીલોને યુકે હાઈકોર્ટે ફગાવી દીધી છે. યુકે હાઈકોર્ટમાં આ સંપત્તિને વિજય માલ્યા, તેમના પરિવાર અને યુનાઇટેડ બ્રેવરીઝ ગ્રુપ કોર્પોરેટ ગેસ્ટ માટે ખુબ જ આલિશાન આવસ તરીકે ગણાવ્યું છે.

Share This Article