અમદાવાદ : અમદાવાદ શહેર વિસ્તારના જુદાજુદા ગુનાઓમાં ધણા સમયથી નાસતા ફરતા આરોપીને આખરે ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. છેલ્લા આઠેક વર્ષથી હત્યા, હત્યાની કોશીશ, મારામારી અને આર્મ્સ એક્ટના મળી કુલ-૪ ગુનાઓમાં નાસતો ફરતો આરોપી વિનોદ ઉર્ફે દાતલો હરવિરસિંગ ગુર્જરની રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો હતો. અન્ને મળતી માહિતી મુજબ વિનોદ ઉર્ફે દાંતલો તેના સાગરીતો સાથે ભેગા મળીને અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળવંતભાઈ ત્રિકોલનાથ વર્મા નામના માણસ સાથે ૨૦૧૧માં વાસી ઉતરાયણના દિવસે થયેલ ઝઘડાની અદાવત રાખી તા.૧૩.૪.૨૦૧૧ના રોજ સીટીએમ હનુમાનનગર બનારસી પાન પાર્લર પાસે ચાકુ વડે ઘા મારી ઈજાઓ પહોંચાડી નાસી ગયો હતો.
બળવંતભાઈ ત્રિલોકનાથ વર્માને સારવાર માટે એલજી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોપી વિનોદ હરવિરસિંગ ગુર્જરએ બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. આરોપી ગુનાઓ કર્યા બાદ પોતે પોતાના વતનમાં ગયેલ અને છ એક મહીના સુધી પોતાના વતનમાં રોકાયેલ અને ત્યારબાદ જયપુર ખાતે ગયેલ અને સીતાપુરા વિસ્તારમાં આવેલ એક ફાર્મ બનાવવાની ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે દસ મહીના નોકરી કરેલ અને ત્યારબાદ ૨૦૧૩માં જયપુર ખાતે મેનકાઈન્ડ નામની ફાર્માસ્યુટીકલ કંપનીમાં મેડીકલ રીપ્રીઝેન્ટટેટીવ તરીકે ઈન્ટરવ્યુ આપ્યું અને પોતાને અંગ્રેજી સારુ છે જેથી આ જાબ માટે પોતે સીલેક્ટ થતા રાજસ્થાન ભરતપુર ખાતેથી બ્રાંચમાં નોકરીને લાગ્યો હતો અને ત્યાં પાંચ વર્ષ નોકરી કરી હતી અને ભરતપુર રણજીતનગર ગીરીરાજકોલોનીમાં રહેતો હતો. ૨૦૧૮માં સ્થાનીક પોલીસ આરોપીના ઘરે આવી હોવાની જાણ થતા પોલીસ મને શોધવા માટે આવેલ તેમ માની નોકરી છોડી દીધેલ અને પોતાના વતનમાં ખેતીવાડી કરતો હતો અને બીજે ક્યાંય નોકરી મળે અને ત્યાંજ સ્થાઈ થવાની ફીરાકમાં હોવાનું બહાર આવ્યું હતું.