અમદાવાદ : વિશ્વ પ્રસિધ્ધ કેનેડિયન ઇમીગ્રેશન લોયર કોલીન સીંગર હાલ અમદાવાદ શહેરની મુલાકાતે છે. કેનડા પીઆરનું પ્લાનીંગ કરી રહેલા ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓને કેનેડામાં કેવી રીતે જાબ મેળવવી અને પીઆર કેવી રીતે મેળવવું તે વિષય પર તેઓ ખાસ માર્ગદર્શન અને જાણકારી આપવા માટે તેઓ સૌપ્રથમવાર અમદાવાદ આવ્યા છે. ઇમીગ્રેશન, નોન ઇમીગ્રેશન, વીઝીટર વીઝા, બિઝનેસ વીઝા, લોંગ ટર્મ વીઝા અને પોસ્ટ વીઝા સર્વિસીસ સહિતની અનેકવિધ સેવા આપતી જાણીતી સંસ્થા રાવ કન્સલ્ટન્ટ્સ દ્વારા તા.૨૦મી અને ૨૨મી નવેમ્બરના રોજ શહેરમાં કેનડા પીઆર માટે ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા.૨૦મી નવેમ્બરે રાજપથ કલબ પાછળ પંડિત દીનદયાળ ઓડિટોરીયમ ખાતે સાંજે ૬-૦૦થી ૮-૦૦ દરમ્યાન સેમીનાર યોજાશે, જયારે તા.૨૨મી નવેમ્બરે શહેરની મેરીયોટ હોટલ ખાતે બિઝનેસ કલાસ અને ઇન્વેસ્ટર્સ માટે ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય વાત એ છે કે, આ બંને સેમીનારમાં ખુદ વિશ્વ પ્રસિધ્ધ કેનેડિયન ઇમીગ્રેશન લોયર કોલીન સીંગર હાજર રહી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડશે. અમદાવાદની મુલાકાતે આવેલા સુપ્રસિધ્ધ કેનેડિયન ઇમીગ્રેશન લોયર કોલીન સીંગરે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં કેનેડા વિકસીત અને શાંત દેશો પૈકીનો એક છે અને ઇમીગ્રન્ટસ માટે તે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. કેનેડામાં દર વર્ષે લગભગ ત્રણ લાખ ઇમીગ્રન્ટસ આવે છે અને તેમાંથી ભારતમાથી દર વર્ષે લાખો લોકો પરમેનન્ટ રેસીડેન્સી(પીઆર) માટે અરજી કરતા હોય છે. જા કે, તેઓ યોગ્ય દિશા અને માર્ગદર્શનના અભાવે અટવાઇ પડતા હોય છે., ત્યારે કેનેડિયન કંપની તરફથી ઓફર લેટર અને જાબની તક ધરાવતા અરજદારો માટે કેનેડામાં સ્થાયી થવાની ઉજ્જવળ તક હાંસલ કરી શકાય છે. કેનેડામાં સ્થાયી થવા આવતાં ઇમીગ્રન્ટ્સમાં ૨૦ ટકા જેટલા ભારતીયો હોય છે. ૨૦૨૦ સુધીમાં કેનેડા ત્રણ લાખ ઇમીગ્રન્ટસને ત્યાં બોલાવી રહ્યું છે. જેમાં ૨૦૧૯ના વર્ષમાં ઇકોનોમીક્સ ઇમીગ્રન્ટ્સની સંખ્યા ૧,૮૫,૦૦૦ હશે. જે બહુ નોંધનીય અને મહત્વની કહી શકાય.
કેનેડિયન ઇમીગ્રેશન લોયર કોલીન સીંગર અને રાવ કન્સલ્ટન્ટ્સના ડાયરેકટર અમિત રાવે એ મુદ્દે ખાસ ધ્યાન દોર્યું કે, કેનેડામાં આઇટી, હેલ્થ કેર અને સ્કીલ્ડ વર્ક સેકટરમાં નોકરીની ઉજળી તકો રહેલી છે. કેનેડામાં પ્રમાણમાં વસ્તી ઓછી છે અને સામે રિસોર્સીસ બહુ છે તેથી ઇમીગ્રન્ટસ માટે ત્યાં સ્થાયી થવા ઉપરાંત શાંતિનું જીવન જીવવા અને ભાવિ આયોજન માટેની ઘણી વિપુલ તકો રહેલી છે. તા.૨૦મી નવેમ્બરના સેમીનારમાં સ્કીલ્ડ વર્કર્સ માટે કેનેડામાં કેવી રીતે જાબ અને ત્યાં પીઆર મેળવી શકાય તે મુદ્દે માર્ગદર્શન અને જાણકારી અપાશે, જયારે તા.૨૨મી નવેમ્બરના સેમીનારમાં બિઝનેસ કલાસ અને ઇન્વેસ્ટર્સને કેનેડામાં રોકાણ, ત્યાં સ્થાયી થવા, કાનૂની પ્રશ્નો અને તેનું નિરાકરણ સહિતના વિષય પર ઉપયોગી માર્ગદર્શન અપાશે. સેમીનારમાં કોલીન સીંગરની સાથે કેનેડિયન સરકાર દ્વારા અધિકૃત આઇસીસીઆરસીના સભ્ય પલક બ્રહ્મભટ્ટ અને સિનિયર રિક્રુટમેન્ટ કન્સલ્ટન્ટ એયમેન મ્રેડ પણ જરૂરી માર્ગદર્શન અને માહિતી પૂરા પાડશે. સેમીનારની એન્ટ્રી ટિકિટ રાવ કન્સલ્ટન્ટ્સના યુનિવર્સિટી રોડ, મણિનગર અને બાપુનગરના કેમ્પસ ખાતેથી પણ ખરીદી શકાશે અને ઓનલાઇન પણ રાવકન્સલ્ટન્ટ્સ.કોમ પરથી મેળવી શકાશે.