દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને લોખંડી મહિલા તરીકે જાણીતા ઇન્દિરા ગાંધીની જન્મજયંતિના પ્રસંગે દેશના લોકોએ તેમને યાદ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ૧૦૧મી જન્મજ્યંતિએ સંસદ ગૃહમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સાત મોટા નિર્ણય નીચે મુજબ છે.
- ૧૯ જુલાઈ ૧૯૬૯માં ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે એક અધ્યાદેશ પસાર કર્યો હતો. આ અધ્યાદેશ દેશની ૧૪ ખાનગી બેંકોના રાષ્ટ્રીયકરણ માટેનો હતો. આ ૧૪ બેંકોમાં દેશના લગભગ ૭૦ ટકા નાણાં જમા હતા. અધ્યાદેશ પસાર થયા બાદ આ બેંકોના માલિક હકો સરકાર હસ્તક થઇ ગયા હતા
- ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનને એવો ઘા આપ્યો હતો જેનો દર્દ હંમેશા ભોગવતી રહેશે. પાકિસ્તાન માટે આ ઘા ૧૯૭૧ના બાંગ્લાદેશ યુદ્ધ કે રુપમાં હતો ત્યારબાદ પાકિસ્તાનના બે ટુકડા થઇ ગયા હતા. પાકિસ્તાની સૈન્ય શાસને પૂર્વય પાકિસ્તાનના નાગરિકો પર દમનની ચરમસીમા પાર કરી દીધી હતી જેના કારણે લગભગ એક કરોડ શરણાર્થી ભાગીને ભારતમાં આવી ગયા હતા
- ઇન્દિરા ગાંધીના સંબંધમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી. જે અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ આદેશ આપ્યો હતો. છ વર્ષ સુધી તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. તેમને સાંસદ તરીકે પણ રાજીનામુ આપવું પડ્યું હતું પરંતુ ઇન્દિરા ગાંધીએ આદેશ માનવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી હતી જેના કારણે ઇન્દિરા ગાંધીએ ૨૫ જૂન ૧૯૭૫એ કટોકટી લાગૂ કરી દીધી અને મોટી સંખ્યામાં વિરોધીઓની ધરપકડ કરવાના આદેશ જારી કર્યા હતા. ભારતીય લોકતંત્રમાં આ દિવસને કાળો દિવસ પણ કહેવામાં આવે છે. કટોકટી લગભગ ૧૯ મહીના સુધી રહી હતી.
જર્નલસિંહ ભિંડરાવાલે અને તેમના સૈનિક ભારતના ભાગલા કરવા માંગતા હતા. તેઓની માંગણી હતી કે, પંજાબીઓ માટે એક અલગ દેશ ખાલિસ્તાન બનાવવામાં આવે. ભિંડરાવાલેના સાથી ગોલ્ડન ટેમ્પલમાં છુપાયા હતા. આ આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે ભારતીય સેનાએ ઓપરેશન બ્લુસ્ટારને અંજામ આપ્યો હતો. આ ઓપરેશનમાં ભિંડરાવાલે અને તેમના સાથીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા
- ૧૯૮૪માં ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂતને અંજામ આપ્યો હતો અને પાકિસ્તાનની કબ્ર ખોદી કાઢી હતી. આ ઓપરેશનની મંજુરી ઇન્દિરા ગાંધીએ આપી હતી. પાકિસ્તાને ૭ એપ્રિલ, ૧૯૮૪ના દિવસે સિયાચિન પર કબજા મેળવવાની યોજના બનાવી હતી જેની માહિતીની ભારતને જાણ થઇ ગઈ હતી. ભારતે તેનાથી પહેલા સિયાચિન પર કબજા મેળવવાની યોજના બનાવી અને આ ઓપરેશનનું કોડ નામ ઓપરેશન મેઘદૂત આપવામાં આવ્યું હતું.
- ૧૮મી મે ૧૯૭૪નો દિવસ ભારતના ઇતિહાસ માટે મહત્વપૂર્ણ દિવસ હતો. આજ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધું હતું. આ ઓપરેશનનું નામ સ્માઇલિંગ બુદ્ધા રાખવામાં આવ્યું હતું.