નવીદિલ્હી : ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિના અવસર પર આજે તેમને યાદ કરવામાં આવ્યા હતા. તેમને લોખંડી મહિલા તરીકે પણ ગણવામાં આવે છે. ઓપરેશન બ્લુ સ્ટાર માટે તેમની ઓળખ વધારે રહેલી છે. વર્ષ ૧૯૮૪માં ઓપરેશન બ્લુ સ્ટારના કારણે વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.
જનરેલ સિંહ ભિન્ડરવાલે અને તેમના લોકો ભારતનુ વિભાજન ઇચ્છતા હતા. આ લોકોની માંગ હતી કે પંજાબી માટે અલગ દેશ ખાલિસ્તાન બનાવવામાં આવે. ભિન્ડરવાલે અને તેમના સાથી સુવર્ણ મંદિરમાં છુપાઇ ગયા હતા. આ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવ્યુ હતુ. જેમાં ભિન્ડરવાલે અને અન્યો માર્યા ગયા હતા.