મુંબઇ : દેશી ગર્લ પ્રિયંકા ચોપડા હાલમાં લોકપ્રિયતાના મામલે તમામ કરતા આગળ નિકળી ગઇ છે. પોતાના લગ્નને લઇને ચર્ચામાં રહેલી પ્રિયંકા ચોપડાના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા હવે વધીને ત્રણ કરોડ થઇ ગઇ છે. આની સાથે જ તે દિપિકા અને આલિયા ભટ્ટને પાછળ છોડી દેવામાં સફળ સાબિત થઇ છે. ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર સેલિબ્રિટી તરીકે તે બની ગઇ છે. પ્રિયંકા ચોપડાના ફોલોઅર્સની સંખ્યા ત્રણ કરોડ સુધી પહોંચી ગઇ છે.
આ યાદીમાં દિપિકા ૨.૭૯ કરોડ અને આલિયા ભટ્ટ ૨.૫૨ કરોડ ફોલોઅર્સની સાથે ત્રીજા સ્થાન પર છે. ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતાના મામલે પ્રિયંકા ત્રણેય ખાન શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન કરતા પણ આગળ છે. ઉપરાંત બોલિવુડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન કરતા પણ તે આગળ નિકળી ગઇ છે. પ્રિયંકા બાદ અક્ષય કુમાર પણ સૌથી વધારે ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાનના ૧.૪૯ કરોડ અને આમિર ખાનના બે કરોડ તેમજ સલમાન ખાનના ૧.૯૬ કરોડથી વધારે ફોલોઅર્સ છે.
અમિતાભ બચ્ચનના ૧.૦૪ કરોડ ફોલોઅર્સ રહેલા છે. આ મામલામાં હવે પ્રિયંકા ચોપડા સૌથી આગળ નિકળી ગઇ છે. વાત સોશિયલ પ્લેટફોર્મ પરની કરવામાં આવે તો પ્રિયંકા ચોપડા હવે સૌથી આગળ છે. પ્રિયંકા દિપિકા અને આલિયા કરતા ખુબ આગળ દેખાઇ રહી છે. બીજી બાજુ ફેસબુકની વાત કરવામાં આવે તો આ પ્લેટફોર્મ પર લાઇક્સના મામલે પ્રિયંકા દિપિકાથ આગળ છે. ફેસબુક પર પ્રિયંકા ચોપડાના ૩.૮ કરોડ લાઇક્સ છે. દિપિકાના ૩.૪ કરોડ લાઇક્સ છે. આ રીતે ઇન્સ્ટાગ્રામના બાદ ફેસબુક પર પણ પ્રિયંકા દિપિકા કરતા આગળ છે. પ્રિયંકા ચોપડાના લગ્નને લઇને હાલમનાં જારદાર તૈયૈર ચાલી રહી છે. તેના ચાહકો લગ્નને લઇને ઉત્સુક છે. હાલમાં દિપિકા અને રણવીર સિંહના લગ્ન થયા હતા. આ હાઇ પ્રોફાઇલ લગ્ન બાદ હવે પ્રિયંકા ચોપડા અને નિક જાનસના લગ્નને લઇને તૈયારી કરવામાં આવી રહી છે. બીજી ડિસેમ્બરના દિવસે જાધપુરમાં ઉમેદ ભવનમાં લગ્ન થનાર છે. તમામ સુવિધા ધરાવનાર આ ઉમેદ ભવનમાં તૈયારીની સમીક્ષા કરવામાં આવી ચુકી છે. પ્રિયંકાના માતા મધુ રાજસ્થાનના જાધપુરમાં જઇને તૈયારીની સમીક્ષા કરી ચુકી છે.