લંડન : નેશન્સ લીગની મેચોનો દોર જારદાર રીતે ચાલી રહ્યો છે. નેશન્સ લીગમાં શક્તિશાળી સ્પેન ઉપર ક્રોએશિયાએ જીત મેળવીને મોટો ફટકો આપી દીધો છે. નેશન્સ લીગની મેચમાં ક્રોએશિયાએ ઈંગ્લેન્ડ ઉપર ૩-૨થી જીત મેળવી હતી. ટીન જેડવેજ દ્વારા ૯૩મી મિનિટમાં કરવામાં આવેલા શાનદાર ગોલની મદદથી ક્રોએશિયાએ જીત મેળવી હતી. ક્રોએશિયાના સ્ટાર ખેલાડી લુકા મોડ્રિકે આ મેચમાં જારદાર રમત રમી હતી.
જાકે તે ગોલ કરવામાં સફળ સાબિત થયો ન હતો. બીજી બાજુ સ્પેન તરફથી બે ગોલ કરવામાં આવ્યા હતા પરંતુ ક્રોએશિયાએ છેલ્લા તબક્કામાં જારદાર રમત રમી હતી. આંકડા દર્શાવે છે કે ક્રોએશિયાની છેલ્લી ૧૧ મેચોમાં આઠમાં તેનો દેખાવ જારદાર રહ્યો છે. ક્રોએશિયાએ પ્રથમ હાફમાં પ્રભાવશાળી રમત રમી હતી. અલબત્ત સ્પેનિશ ટીમે પણ ઉલ્લેખનિય રમત રમી હતી. બંને ટીમોની જારદાર રમત વચ્ચે આ મેચમાં ચાહકો પણ રોમાંચિત દેખાયા હતા. જ્યારે અન્ય એક મેચમાં યુવા ખેલાડીઓથી ભરચક રહેલી જર્મનીની ટીમે નેશન્સ લીગમાં પ્રથમવાર સારો દેખાવ કર્યો હતો અને રશિયા પર ૩-૦થી જીત મેળવી હતી. જર્મનીની ટીમના કોચ જોઆકિમ લુ દ્વારા ટીમમાં ફેરનિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે.
કેટલાક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. યજમાન ટીમે શરૂઆતથી જ શાનદાર રમત રમી હતી. રશિયન ટીમને ડિફેન્સ માટે મજબૂર કરવાના ફરજ પાડી હતી. માત્ર સાત મિનિટ બાદ જ નેબરીના પાસ ઉપર સેને ગોલ ફટકાર્યો હતો. આની સાથે જ જર્મનીએ ૧-૦ની લીડ મેળવી હતી. ત્યારબાદ ૨૨મી મિનિટમાં સેને ફરીવાર હેડર મારફતે જારદાર ગોલ કર્યો હતો. રશિયન ખેલાડી આંદ્રે લુનેવ દ્વારા પણ જર્મનીના ગોલ બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ તેને સફળતા મળી ન હતી.