ચેન્નાઇ : તમિળનાડમાં વિનાશકારી ગાજા ચક્રવાતી તોફાન તેની પાછળ વ્યાપક વિનાશ છોડી ગયા બાદ અભ્યાસ અને મુલ્યાકન કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે. બચાવ અને રાહત કામગીરી સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ ચાલી રહી છે. ગાજાના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે. એકબાજુ ગાજાના કારણે થયેલા નુકસાનની સમીક્ષા વચ્ચે મોતનો આંકડો સત્તાવાર રીતે તો હજુ પણ ૧૩ જ કહેવામાં આવી રહ્યો છે. જ્યારે બિનસત્તાવાર રીતે મોતનો આંકડો ૩૫થી વધારે થઇ ગયો છે. રામાનાથાપુરમ અને તેની આસપાસ થયેલા નુકસાનની ખાતરી કરવા અને મુલ્યાંકન કરવા માટે આઇએનએસ પેરુનડ ખાતેથી એક હેલિકોપ્ટરે ઉડાણ ભરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મદદ કરવાની ખાતરી પણ આપી છે.મુખ્યમંત્રી પલાનીસામીએ કહ્યું છે કે, ૯૦૦૦૦ લોકોને ૪૭૧ સરકારી રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યા છે.
વહીવટીતંત્ર દ્વારા નુકસાનની ખાતરી કરવામાં આવી રહી છે. ગાજાના લીધે નાગાપટ્ટીનમ જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું છે. સ્થિતિને ધ્યાનમાં લઇને રામનાથપુરમ અને તુતીકોરિનમાં માછીમારોને દરિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, મૃતકોના પરિવારને ૧૦-૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે ગંભીરરીતે ઘાયલ થયેલાઓને એક-એક લાખ રૂપિયા તથા ઓછા ઘાયલ લોકોને ૨૫ હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. સ્થિતિને સામાન્ય બનાવવાના સરકાર દ્વારા છે. હજુ પણ તમિળનાડુમાં એનડીઆરએફની નવ અને પુડ્ડુચેરીમાં બે ટીમોને પહેલાથી જ એલર્ટ પર રાખવામાં આવી હતી. આ ઉપરાંત ૩૧ હજાર બચાવ અને રાહત કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. આ તમામ લોકો રાહત
કામગીરીમાં લાગેલા છે. તમિળનાડુમાં ચક્રવાતી તોફાન ગાજાના કારણે ભયંકર તબાહી થઇ છે. રાજ્યમાં હજુ સુધી ૯૦૦૦૦થી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ચક્રવાતી તોફાન સાથે સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થઇ ગયા છે અને અનેક લોકો લાપત્તા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લામાં તોફાનના લીધે મકાનોને નુકસાન થયું છે. વીજ પુરવઠા અને મોબાઇલ સિગ્નલોને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે.