મુંબઈ : શેરબજારમાં આજે ઉતારચઢાવની સ્થિતિ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ઉલ્લેખનીય સફળતા મેળવી હતી. લાંબા સમય બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ફરી એકવાર માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસને પાછળ છોડવામાં સફળતા મેળવી હતી. ફાઈનાÂન્સયલ શેરો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં તીવ્ર ઉછાળો નોંધાતા રિલાયન્સે ટીસીએસને પાછળ છોડવામાં સફળતા મેળવી હતી. આજે કારોબાર દરમિયાન આરઆઈએલના શેરમાં ૨.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
આની સાથે જ તેના શેરની કિંમત ૧૧૨૭ બોલાઈ હતી. તેના લીધે ઓઇલથી ટેલિકોમ ક્ષેત્રમાં સામેલ રહેલી કંપનીએ ટીસીએસને માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પાછળ છોડી દેવામાં સફળતા મેળવી હતી. હવે આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધુ થઇ ગઇ છે. બીએસઈમાં કારોબાર દરમિયાન આરઆઈએલની માર્કેટ મૂડી આજે ૭૧૪૬૬૮.૫૪ કરોડ રહી હતી જ્યારે ટીસીએસની માર્કેટ મૂડી ૭૦૬૨૯૨.૬૧ કરોડ રહી હતી. શેરબજારમાં ઉતારચઢાવ માટે ડોલર સામે રૂપિયામાં ઉતારચઢાવની Âસ્થતિ પણ રહી હતી. ડોલર સામે રૂપિયો ગઇકાલે ગુરુવારના દિવસે ૭૧.૯૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે આજે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન તેમાં તેજી રહી હતી. અંતે રૂપિયો મજબૂતી સાથે બંધ રહ્યો હતો. તેલ કિંમતોમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત બાવન સેન્ટ ઘટીને બેરલદીઠ ૬૭.૧૪ સુધી નીચે પહોંચી ગઈ છે. યુએસ ક્રૂડની કિંમતમાં પણ ઘટાડો થયો છે.