ચેન્નાઇ : તમિળનાડુમાં ચક્રવાતી તોફાન ગાજાના કારણે હાલત કફોડી બની ગઇ છે. ત્રિચી, તનજાવુર, પુડકોટ્ટઇમાં પ્રચંડ પવન સાથે ભારે વરસાદ થતા હાલત કફોડી બન છે. તમામ વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. તોફાના કારણે સાવચેતીના પગલારૂપે લાખો લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી લેવામાં આવ્યા છે. વહીવટીતંત્ર કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. સત્તાવાર આંકડા મુજબ ૮૦ હજાર લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે. તમિળનાડુમાં એનડીઆરએફની નવ અને પુડ્ડુચેરીમાં બે ટીમો એલર્ટ પર રાખવામાં આવી છે. આ ઉપરાંત ૩૧ હજાર બચાવ અને રાહત કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. આ તમામ લોકો રાહત કામગીરીમાં લાગેલા છે. ધારણા પ્રમાણ ગાજા ચક્રવાતી તોફાન તમિળનાડુના પમ્બન અને કડલોર વચ્ચે દરિયા સાથે ટકરાતા તેની માઠી અસર જાવા મળી હતી.
આ ગાળા દરમિયાન આશરે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા ચારેબાજુ ભારે તબાહી થઇ હતી. વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. ઘરોને ભારે નુકસાન થયુ હતુ. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે તોફાન પશ્ચિમ તરફ આગળ વધ્યા બાદ ધીમે ધીમે કમજાર થશે. તમિળનાડુના કુડ્ડાલોર, પંબા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારનીસ્થિતિ સર્જાઈ છે. અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે. ભારે વરસાદ બાદ તંત્ર સાબદુ બન્યું છે. વાવાઝોડા અને તોફાનની અસર હેઠળ ગઇકાલે મોડી સાંજે ભારે વરસાદનો દોર શરૂ થઇ ગયો હતો. ઘણી જગ્યાએ તીવ્ર પવન પણ ફુંકાઈ રહ્યા છે. આની અસર તમિળનાડુ અને કેરળમાં જાવા મળી શકે છે. તમિળનાડુના જુદા જુદા વિસ્તારમાં ભારે નુકસાન પહેલાથી જ થયુ છે.
આને લઇને એલર્ટની જાહેરાત પણ કરવામાં
આવી છે. પુડ્ડુચેરીના કરાઈકાલ જિલ્લામાં પણ નુકસાનની વકી છે. તમિળનાડુના પાટનગર ચેન્નાઈ દરિયા કાંઠેથી આશરે ૭૩૦ કિલોમીટરના અંતરે સ્થિત ચક્રવાતી વાવાઝોડુ ગાજા પહોંચ્યું છે અને ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. આગામી ૧૨ કલાકમાં આંદામાન દરિયામાં ન જવા માછીમારોને કહેવામાં આવ્યું છે. ચેતવણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, માછીમારોને સાવચેતી રહેવા કહેવામાં આવ્યું છે. વાવાઝોડાની અસરને ટાળવા તમિળનાડુ, પોંડીચેરી અને આંધ્રપ્રદેશમાં જુદા જુદા પગલા લેવાઈ રહ્યા છે.