શહેરોના નવા નામકરણને લઇ આઝમી ભારે નારાજ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અબુ અસીન આઝમીએ મુખ્યમંત્રી દ્વારા શહેરોના નામ બદલવાના મુદ્દે આજે નારાજગી વ્યક્ત કરી હતી.  આઝમગઢને આપવામાં આવેલા ભાષણ બાદ વધુ એક નિવેદન અબુ અસીન આઝમીએ આપ્યું છે. આઝમીનું કહેવું છે કે, ભારતીય બંધારણ દ્વારા તેમને અધિકાર મળ્યા છે કે, તેઓ પોતાની વાતને મજબૂતી સાથે રજૂ કરે. તેમણે કહ્યું હતુંકે, દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી તો નાની ચીજ છે.

તેઓ દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે પણ અમેરિકામાં જઇને વાત કરી શકે છે. મહારાષ્ટ્ર સપાના અધ્યક્ષની નારાજગી આનાથી પણ વિશેષ રહી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અન્ય લોકો ઉપર ભાજપના લોકો ચૂંટણી કરે છે ત્યારે કોઇ અમર્યાિદત કામ થતું નથી. જે રીતે પોલીસની ભૂમિકા સપાટી ઉપર આવી રહી છે તેનાથી શંકા ઉભી થઇ રહી છે. તેમના લોકોનું કહેવં છે કે, પોલીસ હવે કહે છે કે, સમાજવાદી પાર્ટીની સરકાર હવે નથી. હવે ભાજપની સરકાર છે. જા વધારે નિવેદનબાજી કરવામાં આવશે તો જેલમાં પુરી દેવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, જા આઝમગઢનું નામ બદલવાથી વિકાસ થાય છે તો તે ચોક્કસપણે પ્રશંસાજનક બાબત છે પરંતુ માત્ર નામ બદલવાથી કોઇપણ શહેરના વિકાસ થઇ શકે છે. જ્યારે દેશના વડાપ્રધાન સુનંદા પુષ્કરને ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ બોલે છે ત્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સંબંધમાં પણ વાંધાજનક ટિપ્પણ કરવામાં આવે છે. આઝમગઢ તેમના ઘર તરીકે છે. તેઓ આઝમ ગઢમાં આવતા જતા રહેશે. આઝમગઢ આવતા જતા તેમને કોઇ રોકી શકે નહીં. બીજી બાજુ મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબુ અસીન આઝમી ઉપર દાખલ કરવામાં આવેલા કેસના વિરોધમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકરોએ દેખાવો કર્યા હતા.

Share This Article