મુંબઈ : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ હવે ફરીવાર સ્થાનિક ક્રિકેટ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે. આના ભાગરુપે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આ વખતે આઈપીએલમાં ખુબ ઓછી મેચો રમી શકશે. ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ ખેલાડી આઈપીએલના એક હિસ્સામાં રમશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વડા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. સીએનું કહેવું છે કે, વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવેલા પોતાના ખેલાડીઓને ૨૦૧૯માં ઇન્ડિયન પ્રિમિયર લીગના અંતિમ સપ્તાહમાં રમવાની મંજુરી આપશે નહીં. પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે તેમને તક અપાશે નહીં. આઈપીએલ આ વખતે નિર્ધાિરત સમય કરતા પહેલા યોજાશે જેથી ખેલાડીઓને ૩૦મી મેથી શરૂ થતાં ઇંગ્લેન્ડ વર્લ્ડકપથી પહેલા આરામ અને તૈયારીની પુરતી તક મળી શકશે.
આઈપીએલની શરૂઆત માર્ચ મહિનામાં યોજવાનો મતલબ એ હશે કે આના અંતિમ તબક્કામાં ઓસ્ટ્રેલિયાને સ્થાનિક પ્રવાસ અને પાકિસ્તાનની સામે એક દિવસીય વનડે મેચમાં ટકરાશે. શેફિલ્ડ શિલ્ડના અંતિમ દોર ૩૦મીથી ૨૩મી માર્ચ સુધી રહેશે. પાકિસ્તાનની સામે વનડે શ્રેણીની તારીખો જાહેર થઇ નથી પરંતુ આનું આયોજન ૧૫મીથી ૨૯મી માર્ચ વચ્ચે થશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ચેÂમ્પયન ટીમ માટે વિશ્વકપ પ્રાથમિકતા છે અને આઈપીએલમાં રમવાની મંજુરી મેળવવા માટે ખેલાડીઓને પોતાના શેફિલ્ડ શિલ્ડ અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા પરિપૂર્ણ કરવી પડશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એમ પણ કહ્યું છે કે, વિશ્વકપ માટે પસંદ કરવામાં આવેલા ૧૫ ખેલાડીઓને મેની શરૂઆતમાં પ્રેક્ટિસમાં પણ ભાગ લેવો પડશે. આનો મતલબ એ થયો કે આઈપીએલના અંતિમ બેથી ત્રણ સપ્તાહ સુધી આ ખેલાડીઓ બહાર રહેશે.
ટીમ ઓસ્ટ્રેલિયાના વચગાળાના ઇજીએમ બેલિંડા ક્લાર્કનું કહેવું છે કે આ ખુબ જ મુશ્કેલ સમય છે. કારણ કે ક્રિકેટ વિશ્વકપના કારણે આઈપીએલની તારીખોને આગળ વધારી દેવામાં આવી છે. આ તારીખો સ્થાનિક ક્રિકેટ સાથે ટકરાઈ રહી છે. શેફિલ્ડ શિલ્ડનું સન્માન કરવા માટે અમે કટિબદ્ધ છીએ. સાથે સાથે એવી ખાતરી પણ કરવા માંગીએ છીએ કે, ઓસ્ટ્રેલિયાની વિશ્વકપ ટીમની તૈયારી ખુબ શાનદારરીતે યોજવામાં આવે. જે ખેલાડી રમવા માટે ફિટ છે તેમને આઈપીએલમાં રમવાની પણ તક મળે પરંતુ આ તમામ બાબતોને એેક સાથે આગળ વધારવાની બાબત શક્ય રહેશે નહીં. સંતુલન જાળવવાના પ્રયાસ કરવા પડશે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક પહેલાથી જ કહી ચુક્યો છે કે તે આઈપીએલ ૨૦૧૯માં ખેલાડીઓની હરાજી માટે પોતાને ઉપલબ્ધ રાખશે નહીં. તે હજુ સુધી કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતો રહ્યો છે