સ્ટાર શિલ્પા શેટ્ટીએ લગ્નના નવ વર્ષ બાદ ખોલ્યું સીક્રેટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : જાણીતી ફિલ્મ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને તેણીએ પોતાના આ ખાસ દિવસને તેના ફેમીલી સાથે અલગ અને અનોખા અંદાજમાં ઉજવ્યો હતો. માત્ર એટલું જ નહી, તેના પતિ રાજુ કુન્દ્રાએ પણ કંઇક આવુ જ કર્યું હતુ. જેને શિલ્પા હંમેશા યાદ રાખશે. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીએ વર્ષ ૨૦૦૯માં એકવાર પરણી ચૂકેલા  રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. ૨૫ વર્ષ પહેલાં શિલ્પાએ  સુપરહીટ હિન્દી ફિલ્મ બાઝીગરથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને તેની નોંધ લેવાઇ હતી. તેની સાથે આ ફિલ્મમાં શાહરૂખખાન અને કાજાલ પણ હતા

શિલ્પાએ પોતાની આ લાંબી કેરિયર દરમ્યાન ૫૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના આ ખાસ દિવસને સેલીબ્રેટ કરવા માટે શિલ્પા પોતાના પતિ, દિકરા વિયાન સાથે બાન્દ્રા સ્થિત રેસ્ટોરન્ટ પહોંચી હતી. તેની સાથે તેણીની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટી પણ હાજર રહ્યા હતા. આ સિવાય શિલ્પા સાથે એવું થયું કે, જેને તે જીવનભર ભૂલી શકશે નહી.

રાજ કુન્દ્રાએ સોશ્યલ મીડિયા પર તેને શુભકામના પાઠવી હતી. પણ તેના ટવીટ્‌ને વાંચી શિલ્પાએ જણાવ્યું કે, તેણીએ શા માટે તની સાથે લગ્ન કર્યા હતા ? રાજે કહ્યું, ડીયરેસ્ટ શિલ્પા, બોલીવુડમાં ૨૫ વર્ષ પૂરા કરવા બદલ તને શુભકામના. શું તે એક વર્ષની હતી ત્યારથી જ તે એકટીંગ કરવાની શરૂઆત કરી હતી? તું હજુપણ જિલિયન ડોલર લાગે છે. તેને શાહરૂખે બિલ્ડીંગ પરથી ફેંકી દીધી હતી. તું ચૂપ રહી અને તે કમબેક કર્યું. તેના ટવીટ્‌ પર શિલ્પાએ જવાબ આપતાં જણાવ્યું કે, તું ખૂબ મજાકીયો છે અને એટલે જ મેં તારી સાથે લગ્ન કર્યા. આમ, લગ્નજીવનના આઠ વર્ષ બાદ શિલ્પા શેટ્ટીએ તેના લગ્નને લઇ સીક્રેટ્‌સ જાહેર કરતાં તેના ફેન્સમાં ભારે ખુશી જાવા મળી હતી. હાલ શિલ્પા શેટ્ટી ટીવીની દુનિયામાં ધૂમ મચાવતા સુપર ડાન્સરમાં જજ તરીકે આવે છે.

 

 

Share This Article