દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજ્યંતિની આજે ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી દ્વારા જુદા જુદા યોજવામાં આવ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. પંડિત નહેરુ બાળકોમાં ચાચા નહેરુ તરીકે પણ લોકપ્રિય હતા. પંડિત જવાહરલાલ નહેરુની તા. ૧૪મી નવેમ્બર-૨૦૧૮ના રોજ ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે આવેલા પોડિયમમાં તેમના તૈલચિત્રને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ભાવસભર પુષ્પાંજલિ આપવામાં આવી હતી. ધારાસભ્યો સર્વે પુંજાભાઇ વંશ, લલિત કગથરા અને દેવાભાઇ માલમે પણ પંડિત નહેરૂજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના સચિવ ડીએમ પટેલ સહિત વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ પંડિત નહેરૂને પુષ્પાંજલિ અર્પી હતી.