ભારતીય રિઝર્વ બેંક આ નાણાંકીય વર્ષના બાકીના મહિનામાં રેપોદરને વર્તમાન સ્તર પર જાળવી રાખવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ સ્થિતિમાં રિઝર્વ બેંક રેપોદરને ૬.૫ ટકાના સ્તર પર યથાવત રાખે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે, ઓક્ટોબર મહિનામાં સીપીઆઈ ઉપર આધારિત ફુગાવનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં ૩.૭ ટકા હતો જ્યારે ઓક્ટોબર મહિનામાં ફુગાવાનો આંકડો ૩.૩૧ ટકા થયો છે જે એક વર્ષની ઉંચી સપાટી પર છે. એક વર્ષ પહેલા ઓક્ટોબર મહિનામાં આ આંકડો ૩.૫૮ ટકા હતો. ઓક્ટોબર મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ગયા વર્ષે સપ્ટેમ્બર બાદ સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં રિટેલ ફુગાવાનો આંકડો ૩.૨૮ ટકા હતો.
જાણકાર લોકોનું કહેવું છે કે, આવનાર દિવસોમાં ફુગાવાનો આંકડો ૨.૮ ટકાથી ૪.૩ ટકાની વચ્ચે રહી શકે છે. રિઝર્વ બેંકે ઓક્ટોબર ૨૦૧૮ની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરતી વેળા રેપોરેટમાં કોઇ ફેરફાર કર્યા ન હતા. અન્ય દરોને પણ યથાવત રાખવામાં આવ્યા હતા. આ પહેલાની નાણાંકીય નીતિ સમીક્ષામાં ક્રમશઃ ૦.૨૫ ટકાનો વધારો કરીને ૬.૫ ટકા કરી દીધો હતો. હાલમાં રેપોરેટ આ દર ઉપર યથાવત છે. જૂન અને ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવેલી નાણાંકીય નીતિ સમીક્ષામાં બને વખતે તેમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
હાલમાં કહેવામાં આવ્યું છે કે, ફુગાવા પર નજર રાખવામાં આવશે. પાકના લઘુત્તમ મુલ્યમાં વધારો કરવામાં આવ્યા બાદ તેની અસર જાવા મળી શકે છે. વૈશ્વિક બજારોમાં ઉતારચઢાવની સ્થિતિ જાવા મળી રહી છે. આ ઉપરાંત નાણાંકીય ખાધને પહોંચી વળવા પગલા લેવામાં આવી રહ્યા છે.