અર્જુન કપુરની સાથે લગ્નને લઇ હવે મલાઇકાનું નિવેદન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  બોલિવુડમાં હાલના દિવસોમાં લગ્નને લઇને માહોલ રંગીન છે. બોલિવુડના નવા સ્ટારોના લગ્નના સમાચારો આવી રહ્યા છે. બીજી બાજુ પ્રેમ પ્રકરણને લઇને કેટલાક કલાકારો ચર્ચામાં છે. જેમાં મલાઇકા અરોરા અને અર્જુન કપુર તેમજ રણબીર કપુર તેમજ આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે. હાલમાં એવા અહેવાલ પણ આવી ચુક્યા છે કે મલાઇકા અને અર્જુન કપુર ટુંક સમયમાં જ લગ્ન કરનાર છે. જો કે આ અહેવાલને બંને તરફથી કોઇ સમર્થન આપવામાં આવ્યુ નથી. હવે પ્રેમ પ્રકરણને લઇને મલાઇકા અરોરા ખાન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. તેનુ કહેવુ છે કે તે પર્સનલ બાબતોને લઇને ચર્ચા કરવા માટે ઇચ્છુક નથી.

તેનુ કહેવુ છે કે આને લઇને તેને બાબત કરવાની જરૂર નથી. તેનુ કહેવુ છે કે તે પર્સનલ લાઇફ એન્જાય કરી રહી છે. આ ખુબજ ખુબસુરત અને કિંમતી સમય છે. મલાઇકા અને અર્જુન કપુર લાંબા સમયથી એકબીજા સાથે ડેટ પર છે. તેમના સંબંધને લઇને આ બંને ક્યારેય કોઇ વાત છુપાવી રહ્યા નથી. જાહેરમાં પણ ફોટો તેમના આવી ચુક્યા છે. બંને કેટલીક વખત એકબીજાની સાથે જાહેરમાં નજરે પડી  ચુક્યા છે.

હૈરાનીની બાબત એ છે કે બંને પોતાના સંબંધમાં અહેવાલને લઇને બિલકુલ ચિંતિત નથી. એમ લાગે છે કે તેમને પોતાના અંગે ચાલી રહેલી ચર્ચાથી કોઇ અસર થતી નથી. મલાઇકા બોલિવુડમાં અને ભારતમાં સૌથી હોટ સ્ટાર પૈકી એક તરીકે છે. પોતાની ફિટનેસને લઇને  મલાઇકા અરોરા ખાન હમેંશા ખુબ સાવધાન રહે છે. તેના બોલ્ડ અને સેક્સી ફોટો વારંવાર મિડિયામાં આવતા રહે છે. સોશિયલ મિડિયામાં પણ તે ચર્ચામાં રહે છે. જુદા જુદા ગંભીર મામલે પણ તે નિવેદન કરતી રહી છે.

Share This Article