જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખાની નજક પાકિસ્તાન દ્વારા સતત નાપાક હરકત કરવામાં આવી રહી છે. યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતીમાં લાભ ઉઠાવવા માટે ત્રાસવાદીઓ પણ તૈયાર છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અંકુશ રેખા પાર કરીને ૧૬૦ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવા માટે તૈયાર છે. હિંસા અને હુમલાની સ્થિતીને ધ્યાનમાં લઇને હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. એલઓસી નજીકના વિસ્તારોમાં સેનાના જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારતે થોડાક વર્ષ પહેલા સર્જિકલ હુમલા કર્યા હોવા છતાં પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડા યથાવત રીતે ચાલી રહ્યા છે. સેનાના ટોપ અધિકારીઓએ કહ્યુ છે કે સરહદ પારથી ત્રાસવાદી ગતિવિધી એ વખતે જ રોકાશે જ્યારે પાકિસ્તાન તેની આક્રમક નીતિને અમલી કરશે અને ત્રાસવાદીઓ સામે પગલા લેશે.
ત્રાસવાદીઓ સામે હાલમાં એકપછી એક મોટી સફળતા હાથ લાગી રહી છે. કારણ કે ત્રાસવાદીઓ હવે કોઇ પણ કિંમતે તેમની હાજરી પુરવા કરવા માટે હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓ બહાર નિકળી રહ્યા છે. તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. ત્રાસવાદીઓની હાલત કફોડી બનેલી છે.
જા કે સ્થાનિક કેટલાક કટ્ટરપંથીઓ અને સ્થાનિક લોકોના કારણે ત્રાસવાદીઓ તેમની વચ્ચે છુપાઇ જઇને કેટલાક હુમલા કરવામાં સફળ સાબિત થઇ રહ્યા છે.પથ્થરબાજા તેમને બચાવી રહ્યા છે. જા કે તેમની સામે પણ કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે. ઓપરેશન ઓલઆઉટના કારણે સેંકડો ત્રાસવાદીઓનો સફાયો થઇ ચુક્યો છે. ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. તેમના મુખ્ય લીડરો ફુંકાઇ ચુક્યા છે. હજુ તેમની સામે કઠોર કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવ્યો છે.