મુંબઇ : બોલિવુડમાં સ્ટાર કિડ્સની એક પછી એક એન્ટ્રી થઇ રહી છે. આવનાર દિવસોમાં વધુ એક સ્ટાર કિડ્સ બોલિવુડમાં પ્રવેશ કરી રહ્યો છે. બોલિવુડના સૌથી શાનદાર અભિનેતા પૈકી એક અને હજુ સુધી સક્રિય ડૈનીનો પુત્ર રિનઝિંગ હવે એન્ટ્રી કરવા તૈયાર છે. રિનઝિંગ એક એક્શન થ્રીલર ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેનુ નામ સ્કવોડ રાખવામાં આવ્યુ છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ફિલ્મનુ શુટિંગ એપ્રિલ ૨૦૧૯થી શરૂ કરી દેવામાં આવનાર છે. ડેનીએ અહેવાલને સમર્થન આપતા કહ્યુ છે કે તેને ખુશી છે કે તેનો પુત્ર રિનઝિંગ ડેબ્યુ કરવા જઇ રહ્યો છે.
આ તેના પરિવાર અને તેના માટે ગર્વની વાત છે. જા કે હાલમાં તેને ખુબ મહેનત કરવાની જરૂર છે. ડેનીએ કહ્યુ છે કે આ શાનદાર એક્શન થ્રીલર ફિલ્મ છે. જા કે ફિલ્મમાં કલાકારોના સંબંધમાં હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. અભિનેત્રી અંગે ટુંક સમયમાં જ નિર્ણય કરવામાં આવનાર છે. નિર્દેશક અંગે પણ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ફિલ્મના સંબંધમાં રિનઝિંગે કહ્યુ છે કે તેના લોન્ચિંગ માટે આ એક શાનદાર ફિલ્મ રહેશે. હાલમાં તે ફિલ્મ માટે દરરોજ બે કલાકની બે વખત ટ્રેનિંગ લઇ રહ્યો છે. ચાહકો ડેનીના પુત્રને કઇ રીતે પસંદ કરે છે તેના પર નજર રહેશે.બોલિવુડમાં તમામ સ્ટાર કિડ્સ આવી રહ્યા છે.
જેમાં અમિતાભ બચ્ચન, ધમેન્દ્ર, જીતેન્દ્ર, જેકી શ્રોફ, રાજેશ ખન્ના, વિનોદ ખન્નાના બાળકોનો સમાવેશ થાય છે. નવી પેઢીમાં અનિલ કપુરની પુત્રી અને પુત્ર એન્ટ્રી કરી ચુક્યા છે. ઉપરાંત હવે ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પણ સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે એન્ટ્રી કરી રહી છે. સ્ટાર કિડ્સમાં સૌથી સૌથી વધારે લોકપ્રિયતા મેળવી લેનારમાં સંજય દત્ત, રિશિકપુરનો સમાવેશ થાય છે. ડેનીએ પોતાની કેરિયરમાં એક પછી એક મોટી ફિલ્મો કરી છે. અમિતાભ સહિતના તમામ સ્ટાર સાથે તેમની ફિલ્મ રહી છે. અÂગ્નપંથના કાંચા શેઠની ભૂમિકા લોકો હજુ ભુલ્યા નથી.ડેની કેરિયરની શરૂઆતમાં અભિનેતા તરીકે હતો.