રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  રિતિક  રોશનની ફિલ્મ સુપર ૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરનાર છે. પટણાના જાણીતા ગણિત નિષ્ણાંત આનંદ કુમારની લાઇફ પર ફિલ્મ સુપર ૩૦ બની રહી છે. આ ફિલ્મ હવે પુર્ણાહુતિના આરે પહોંચી ગઇ છે. જા કે ફિલ્મની આડે હાલમાં એ વખતે મોટી સમસ્યા આવી ગઇ હતી જ્યારે નિર્દેશક વિકાસ બહેલ પર જાતિય સતામણીના સીધા આરોપો મુકવામાં આવ્યા હતા. રિતિકની ફિલ્મ હાલમાં મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. કારણ કે જાતિય શોષણના આરોપો બાદ વિકાસને ફિલ્મ છોડવા માટે કહેવામાં આવ્યુ હતુ. મામલો એ વખતે વધારે ખરાબ થઇ ગયો હતો જ્યારે રિતિક રોશને કહ્યુ કે જા વિકાસ ફિલ્મ નહીં છોડે તો તેઓ ફિલ્મ છોડી દેશે. સુપર ૩૦ ફિલ્મ પર ૯૦ ટકાથી વધારે કામ પૂર્ણ કરવામાં આવી ચુક્યુ છે. બાકી ૧૦ ટકા કામને લઇને સમસ્યા સર્જાઇ હતી.

હવે જાણવા મળેલી માહિતી મુજબ ફિલ્મના બાકીના હિસ્સાને કબીર ખાન પૂર્ણ કરશે. ફિલ્મની રજૂઆતની તારીખ હાલમાં ૨૫મી જાન્યુઆરી ૨૦૧૯ રાખવામાં આવી છે. આ કોઇ પણ નવા નિર્દેશક માટે સરળ કામ રહેતુ નથી કે અંતિમ સમયમાં ફિલ્મને પૂર્ણ કરવાની જવાબદારી આવે અને ફિલ્મને પૂર્ણ કરવામાં આવે. પરંતુ કબીર પહેલાથી જ વધુ એક મોટી બાયોપિક ફિલ્મ પર કામ કરી રહ્યા છ. જા આ ફિલ્મને પૂર્ણ કરવામાં આવી ન હોત તો માત્ર નિર્માતાને જ નુકસાન થયુ ન હોત બલ્કે આનંદ કુમાર દ્વારા જે કામ કરવામાં આવ્યુ છે તે કોઇ સુધી પહોંચી શક્યુ ન હોત.

સુપર ૩૦ ફિલ્મની સાથે કંગના રાણાવતની ફિલ્મ મણિકર્ણિકા રજૂ કરવામાં આવી રહી છે. કોઇ સમય રિતિક રોશન અને કંગના એકબીજાના પ્રેમમાં હતા. હવે એકબીજાથી ખુબ દુર છે. તેમની વચ્ચે ખેંચતાણનો મામલો તો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. બંને દ્વારા એકબીજા પર ગંભીર પ્રકારના આરોપો મુકવામાં આવ્યા હતા. રાની લક્ષ્મીબાઇની લાઇફ પર બનેલી ફિલ્મ કંગનાની કેરિયરની સૌથી મોટી ફિલ્મ તરીકે છે. તેની ફિલ્મની ટક્કર રિતિકની ફિલ્મ સુપર-૩૦ સાથે રહેશે.

 

 

Share This Article