હોબાર્ટ : હોબાર્ટ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં આજે દક્ષિણ આફ્રિકાએ યજમાન ઓસ્ટ્રેલિયા પર ૪૦ રને જીત મેળવી હતી. આની સાથે જ ત્રણ મેચોની શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. આજની મેચ હાઇ સ્કોરિંગ બની રહી હતી. પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાએ કેપ્ટન ડુ પ્લેસીસના શાનદાર ૧૨૫ રન અને ડેવિડ મિલરના ૧૩૯ રનની મદદથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૨૦ રનનો જુમલો ખડક્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૮૦ રન કરી શકી હતી. આની સાથે જ તેની ૪૦ રને હાર થઇ હતી. આફ્રિકાએ શ્રેણી જીતી લીધી હતી. આ મેચની મુખ્ય વિશેષતા ડુ પ્લેસીસ અને મિલર વચ્ચે ૨૫૨ રનની ભાગીદારી રહી હતી. બંને ટીમો વચ્ચેની આ સૌથી મોટી ભાગીદારી રહી છે. સ્ટીવ વોગ અને માઇકલ બેવને વર્ષ ૨૦૦૦માં ૨૨૨ રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેની જાડીએ અંતિમ ૧૫ બોલમાં ૫૧ રન બનાવ્યા હતા.
ત્યારબાદ કેપ્ટન આઉટ થઇ ગયો હતો. ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમનો દેખાવ હાલમાં પ્રમાણમાં નબળો રહ્યો છતાં બીજી મેચ સાંકડા અંતર સાથે જીતી લીધી હતી. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ કરતા ૨૩૧ રન કર્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નવ વિકેટે ૨૨૪ રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયન બોલરોના શાનદાર દેખાવના લીધે જ આ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત બની હતી. આફ્રિકન બેટ્સમેનોની લાપરવાહી દેખાઈ હતી. પર્થ ખાતે ચોથી નવેમ્બરના દિવસે રમાયેલી પ્રથમ વન ડે મેચમાં આફ્રિકાએ ૧૨૪ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ યજમાન ઓસ્ટ્રેલિયા ઉપર છ વિકેટે મોટી જીત મેળવી હતી. જ્યારે એડિલેડમાં નવમી નવેમ્બરના દિવસે રમાયેલી રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ આફ્રિકા ઉપર સાત રને જીત મેળવી હતી.
આફ્રિકાની ટીમ નવ વિકેટે ૨૨૪ રન જ બનાવી શકી હતી. ૨૩૨ રનના ટાર્ગેટ સામે તેના રન ઓછા રહ્યા હતા. આ મેચ બાદ એક માત્ર ટ્વેન્ટી મેચ બંને ટીમો વચ્ચે રમાનાર છે. આ મેચનું પ્રસારણ ૧૭મી નવેમ્બરના દિવસે કરવામાં આવનાર છે. આજની મેચમાં હાર થતા ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ફટકો પડ્યો હતો. જા કે હાલમાં તેની ટીમ સંતુલિત દેખાઇ રહી નથી. ફિન્ચના નેતૃત્વમાં અનેક સ્ટાર ખેલાડી ટીમમાંથી બહાર છે. ઓસ્ટ્રેલિયન બોલરોએ છેલ્લી ઓવરમાં બાજી બગાડી હતી અને આફ્રિકન બેટ્સમેનોએ જંગી રન બનાવ્યા હતા. છેલ્લા ૧૫ બોલમાં ૫૧ રન આફ્રિકાએ ઉમેરી લીધા હતા. સ્ટાર્ક અને કમિન્સે પોતાની છેલ્લી ઓવરમાં ૨૦-૨૦ રન આપ્યા હતા. આની સાથે જ ઓસ્ટ્રેલિયા સામે મોટી સમસ્યા ઉભી થઇ ગઈ હતી. હવે ટ્વેન્ટી મેચ રમાશે.