કેદારનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડમાં કેદારનાથના દર્શન કર્યા હતા. જવાનો સાથે હર્ષિલ સરહદે ઉજવણી કર્યા બાદ મોદી સીધા કેદારનાથ ધામ પહોંચ્યા હતા અને મંદિરમાં પરંપરાગતરીતે દર્શન કરીને પૂજા કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ ત્રીજી વખત બાબા કેદારનાથના દર્શન માટે મોદી પહોંચ્યા હતા. જળાભિષેક બાદ મોદીએ ખાસ પૂજા અર્ચના કરી હતી. પરિક્રમા પ કરી હતી. કેદાર ખીણમાં ચાલી રહેલા ફેર નિર્માણના કામોને પણ નિહાળ્યા હતા. અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી પણ મેળવી હતી. કેદાર ખીણમાં મનોરમ દ્રષ્યો જાવા મળ્યા હતા. પહાડીઓ ઉપર હજુ બરફની ચાદર છવાયેલી છે. મંદિરને ફુલોથી ભવ્યરીતે
શણગારવામાં આવ્યું હતું. પૂજા અર્ચના કર્યા બાદ મોદી કુદરતી હોનારતો અને ત્યારબાદ ઉભી થયેલી Âસ્થતિને દર્શાવતા પ્રદર્શનને નિહાળ્યું હતું. તે પ્રસંગે તેમની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ ઉપÂસ્થત રહ્યા હતા. મોડેથી મોદી પોતાના કામોમાં વ્યસ્ત થયા હતા. બે કલાક સુધી કેદારનાથ ધામમાં મોદી રોકાયા હતા. સવારે ૧૦ વાગ્યાની આસપાસ મોદી હેલિકોપ્ટર મારફતે કેદારનાથ પહોંચ્યા હતા.
કેદારનાથ ખીણમાં મોદીની ઝલક મેળવવા માટે લોકો ઉત્સાહિત દેખાયા હતા. મંદિર સંકુલમાં સમીક્ષા દરમિયાન હાથ મિલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું. આ પહેલા મોદી ૨૦૧૭માં બે વખત કેદારનાથ પહોંચ્યા હતા. મે ૨૦૧૭ અને ૭મી નવેમ્બર ૨૦૧૮ના દિવસે મોદી અહીં પહોંચ્યા છે. ૨૦૧૩માં ઉત્તરાખંડમાં વિનાશકારી પુર બાદ સંપૂર્ણ વિનાશ થયો હતો. મોદી વહેલી સવારે જ ઉત્તરાખંડ પહોંચી ગયા હતા અને એક પછી એક કાર્યક્રમોમાં વ્યસ્ત થયા હતા. કેદારનાથ ધામના કપાટ આવતીકાલે બંધ કરવામાં આવશે. મોદીના કાર્યક્રમ વેળા પણ તીવ્ર ઠંડીનું મોજુ હતું.