ગિફ્ટિંગ બજેટમાં ૩૫-૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  લેન્સીટ ઉપર દબાણ અને આર્થિક મંદીથી પરેશાન કોર્પોરેટ ઇન્ડિયા દ્વારા આ વખતે ગિફ્ટ બજેટમાં ૩૫-૪૦ ટકાનો સુધીનો કાપ મુકી દીધો છે. નવા સર્વેમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી છે. જુદા જદા કારણોસર ગિફ્ટ બજેટમાં કાપ મુકવામાં આવ્યો છે. જા કે કારણોને લઇને કોઇ વાત કરવામાં આવી નથી પરંતુ એમ માનવામાં આવે છે કે, નોટબંધી અને જીએસટીના પરિણામ સ્વરુપે માર્કેટ ઉપર સીધી અસર થઇ છે. એસોચેમના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, તેના એસોસિએટ્‌સ, નેટવર્ક પાર્ટનર અને અન્યોને દિવાળી પ્રસંગે આપવામાં આવતી ભેટ અને અન્ય પ્રકારની ગિફ્ટના બજેટમાં કોર્પોરેટ ઇન્ડિયા દ્વારા કાપ મુકવામાં આવ્યો છે.

આ કાપ આશરે ૩૫થી ૪૦ ટકા સુધીનો રહ્યો છે. કર્મચારીઓ તરફથી વાર્ષિક શુભેચ્છાના ભાગરુપે ગિફ્ટોની આપલે કરવામાં આવે છે. બોનસ પેમેન્ટ ઉપર મંદીની અસર થઇ છે. બીજી બાજુ કેટલીક કોર્પોરેટ કંપનીઓ હાલમાં દેવામાં ડુબેલી છે. સાથે સાથે તેમના એકંદરે ઓપરેશનમાં ઘટાડો કરી ચુકી છે. પહેલાથી જ જટિલ Âસ્થતિ વચ્ચે નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાના કારણે પણ અસર થઇ છે. બે મોટા આર્થિક સુધારાની અસર કારોબારીઓ ઉપર દેખાઈ છે. ચોકલેટ, કુકી, મિઠાઇઓના કારોબારમાં તહેવારની સિઝનમાં હમેશા બોલબાલા રહે છે. એફએમસીજીની કંપનીઓ મોટાભાગે આવી ચીજાની ભેટ આપે છે. ચેમ્બરે ૭૫૮ કંપનીઓને આવરી લઇને સર્વેની કામગીરી હાથ ધરી હતી જેમાં અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઇ, દિલ્હી, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઇ જેવા મોટા શહેરોને આવરી લેવાયા હતા. નવા સર્વેમાં અન્ય નવી બાબતો પણ સપાટી પર આવી છે.

Share This Article