નવી દિલ્હી : પ્રદુષણ ન ફેલાય તે માટેના ફટાકડા બનાવવાની દિશામાં વિજ્ઞાન અને ટેકનોલોજી હવે આગળ વધી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ વૈજ્ઞાનિકોની એક ટીમ આ કામમાં લાગી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી ફટાકડાને લઇને વાત કરવામાં આવ્યા બાદ આ દિશામાં ઝડપી પહેલ થઇ રહી છે. એવા ફટાકડા બનાવવા માટે નિષ્ણાંતોને કહેવામાં આવી ચુક્યુ છે.
વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો એક એવા ગ્રુપની રચના કરી ચુક્યા છે જે આ દિશામાં સક્રિય રહીને કામ કરી રહી છે. સરકારે કહ્યુ છે કે આ ગ્રુપ સહિત દુનિયાના તમામ એવા કેમિકલ્સ અંગે માહિતી મેળવનાર છે જેના ઉપયોગને લઇને પ્રદુષણ થશે નહી. ભવિષ્યમાં એવા ફટાકડા તૈયાર કરવામાં આવનાર છે જેના કારણે પ્રદુષણ પણ ફેલાશે નહી. આ ગ્રુપમાં કાઉફÂન્સલ ઓફ સાયÂન્ટફિક એન્ડ ઇન્ડ્સ્ટ્રીયલ રિસર્ચના વૈજ્ઞાનિકો અને લેબમાં કામ કરનાર વૈજ્ઞાનિકોને તૈયારી કરવા માટે કહેવામાં આવ્યુ છે.
એક્શન ગ્રુપ દ્વારા નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. આ વર્ષે સુપ્રીમ કોર્ટે દિવાળી પર ફટાકડા ફોડવા માટે મંજુરી આપી છે. જા કે સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલીક શરતો લાગુ કરી દેવામાં આવી છે. છતાં સુપ્રીમ કોર્ટની મંજુરી મળતા મોટી રાહત થઇ છે. સુપ્રીમ કોર્ટે આ વખતે હળવુ વલણ અપનાવ્યુ છે. જેના કારણે બાળકો અને ફટાકડાના રસિકોમાં રાહત જાવા મળી રહી છે. જા કે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા માટે આઠથી દસનો જ સમય રાખતા આને લઇને નારાજગી છે.