આજે બજાજ ફિનસર્વ દ્વારા આયોજિત બી-સ્કૂલ કોમ્પિટિશન ‘એટમ’ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી, જેની ગ્રાન્ડ ફિનાલે પૂણે, ભારત ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં ટોચની 16 ભારતીય બી-સ્કૂલોમાંથી ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા આ વર્ષે ઓગસ્ટથી લોન્ચ કરાઈ હતી. જેનો હેતુ ભાવિ ફિનટેક સિનારિયો માટે નવા યુગના સોલ્યુશન્સ યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં સર્જવાનો છે. આ સ્પર્ધામાં ટી એ પાઈ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ, મનીપાલની ટીમે વિજેતાનું સ્થાન મેળવીને રૂ. 5 લાખનું ઈનામ મેળવ્યું હતું. જ્યારે રનર્સ અપ તરીકે આઈઆઈએમ અમદાવાદની ટીમ રોકેટે રૂ. 3 લાખનું ઈનામ પ્રાપ્ત કર્યુ હતું.
આ વર્ષની ગેમીફાઈડ કોમ્પિટિશનમાં, સામેલ વિદ્યાર્થીઓને પાંચ ભાવિ સમસ્યાઓ – રોકાણ, લેન્ડિંગ અને ઈન્સ્યોરન્સને લગતી આપવામાં આવી હતી જેમાં તેમણે નવા વિચાર અને ઉપાયો અજાણી સમસ્યા અને સંભવિત તકો માટે આપવાના હતા. આ સ્પર્ધા વિવિધ સ્તરે યોજાઈ હતી, જેમાં ટીમોએ કેમ્પસ, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે હરીફાઈ કરી અને ફિનાલે સુધી પહોંચી હતી. ટોચની પાંચ ટીમોએ બજાજ ફિનસર્વની ટોચની લીડરશીપ સમક્ષ પ્રેઝન્ટેશન બનાવ્યા હતા.
બજાજ ફિનસર્વના એમડી સંજીવ બજાજે કહ્યું હતું, ‘એટમ એક ઈનોવેશન સંબંધિત સંસ્કૃતિને પ્રોત્સાહિત કરતું કદમ છે. અમારા મતે ઈનોવેશન માત્ર અલગ વિચારથી આવી શકે છે અને એટમ દ્વારા અમે આગામી પેઢીને આજની સ્થિતિને પડકારવા પ્રોત્સાહન આપીએ છીએ, મોટો વિચાર દર્શાવવા અને તેને વાસ્તવિક રીતે અમલી કરવા માટે પ્રેરણા આપીએ છીએ. અમારૂં વિઝન પ્રતિભાઓ, પ્રોજેક્ટ અને પાર્ટનર્સને એટમ ઈન્ક્યુબેટરમાં વિકસાવવા, પ્રોગ્રામના મૂળ કમ્યુનિકેશનના ટ્વીન ગોલથી આગળ જવા માટે ઉત્સાહિત કરીએ છીએ. હું આ સ્પર્ધાની સફળતા માટે તમામ વિદ્યાર્થીઓનાં યોગદાન માટે તેમણે આપેલા સમય અને કરેલા પ્રયાસોને બિરદાવું છું. આ પ્રથમ સિઝનમાં ફિનાલેમાં પહોંચેલી તમામ ટીમોને અભિનંદન અને ભવિષ્યમાં સફળતા માટેની શુભેચ્છા પાઠવું છું.’
એટમ એક અનોખો અન-કેસ સ્ટડી પ્રોગ્રામ છે જે ભારતમાં ટોચની મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ્સ જેમકે આઈઆઈએમ (અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, ઈન્દોર, કોઝીકોડે અને લખનૌ), એફએમએસ, આઈએસબી, આઈએમટી, જેબીઆઈએમએસ, એમડીઆઈ, એનએમઆઈએમએસ, ટીએપીએમઆઈ, એસ પી જૈન, એક્સએલઆરઆઈ અને એસઆઈબીએમમાં યોજાયો હતો. આ સ્પર્ધામાં આ કેમ્પસોમાંથી વિદ્યાર્થીઓ અને 565 ટીમો સામેલ થઈ હતી.