કોલકત્તા : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. રોહિત શર્મા જારદાર ફોર્મમાં હોવાથી શ્રેણીમાં છગ્ગા અને ચોગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. ટ્વેન્ટી રોમાંચની સાથે સાથે નીચે મુજબ છે.
- ભારત-વિન્ડિઝ આવતીકાલથી ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી-૨૦ મેચ રમાનાર છે
- એમએસ ધોનીની ગેરહાજરીમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરનાર છે
- ધોનીને પડતો મુકવામાં આવ્યા બાદ કરોડો ચાહકો ભારે નારાજ થયેલા છે
- ધોની હજુ પણ દુનિયાના સૌથી શ્રેષ્ઠ વિકેટકિપર હોવાની સાબિતી સતત આપી છે
- બંને દેશો વચ્ચે ટ્વેન્ટી મેચોની વાત કરવામાં આવે તો ભારતીય ટીમનો દેખાવ સારો રહ્યો છે
- વિરાટ કોહલીએ વનડે શ્રેણીમાં હાલમાં ૪૫૩ રન કર્યા હતા અને રોહિત શર્માએ ૩૮૯ રન કર્યા હતા
- અહીં વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
- રોહિત શર્મા ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામ પર કરી શકે છે
- હાલમાં ન્યુઝીલેન્ડના ગુÂપ્ટલના નામ પર ટ્વેન્ટીમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે તે ૨૨૭૧ રન કરી ચુક્યો છે
- રોહિત શર્માએ ૮૪ મેચમાં ૩૨ રનની સરેરાશ સાથે ૨૦૮૭ રન કર્યા છે
- ભારતીય બેટ્સમેનોની યાદી પર નજર કરવામાં આવે તો તે ધોન બાદ બીજા ક્રમ પર આવે છે
- કરોડો ક્રિકેટ ચાહકો અંતિમ મેચને લઇને ભારે રોમાંચ
- કોહલીએ ૬૨ મેચોમાં ૪૮ રનની સરેરાશ સાથે ૨૧૦૨ રન કર્યા છે
- વેસ્ટ ઇન્ડિઝની ટીમ લડાયક દેખાવ કરવા માટે તૈયાર છે
- વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટેસ્ટ અને વનડે શ્રેણી હારી ગયા બાદ ટ્વેન્ટી શ્રેણીમાં વધારે સારો દેખાવ કરવા માટેના ઇરાદા સાથે ઉતરશે
- વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં પણ કેટલાક આશાસ્પદ ખેલાડી છે પરંતુ અનુભવના કારણે ટીમ પાછળ છે
- કોલકત્તા મોટા મેદાન તરીકે હોવાના કારણે મેચમાં છગ્ગા ચોગ્ગાની રમઝટને લઇને વધારે ઉત્સાહ જાવા મળી શકે છે