ગેલોપ ઇન્ટરનેશનલના સર્વે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજા સ્થાનનું રેંકિંગ પ્રાપ્ત થયું છે. જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી મોદીએ ત્રીજા સ્થાન પર પહોંચ્યા છે, જ્યાં વિશ્વના કદાવર નેતાઓ તેમનાંથી પાછળ રહી ગયા છે.
પ્રથમ સ્થાન પર જર્મન ચાન્સલર એન્જેલા મર્કલે અને ફ્રેંચ પ્રેસિડેન્ટ ઇમેન્યુયલ મેક્રોન બીજા સ્થાન પર રેંકિંગ મેળવ્યું છે. ગ્લોબલ લીડરના સર્વેમાં બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મે, ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વાલ્દમીર પુતિન અનુક્રમે ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાન પર ક્રમાંકિત રહ્યાં છે. ગેલોપ ઇન્ટરનેશનલ એન્ડ ઓફ ધ યર સર્વે વાર્ષિક રીતે હાથ ધરવામાં આવે છે અને તે દુનિયાના ૫૫ દેશો સાથે જોડાયેલી છે.
આ સર્વે માટે વિશ્વસ્તરે કુલ ૫૩,૭૬૯ લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતા. જેમાં દરેક દેશમાંથી આશરે ૧૦૦૦ પુરૂષ અને મહિલાઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ સર્વે પ્રત્યક્ષ, ટેલિફોન તથા ઓનલાઇન રીતે હાથ ધરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશ્વસ્તરે લોકપ્રિયતામાં ૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. પ્રથમ અને દ્રિતીય ક્રમાંકિત એન્જેલા મર્કલ ૨૦ ટકા અને ઇમેન્યુયલ મેક્રોન ૨૧ ટકા સાથે વિશ્વસ્તરે લોકપ્રિય રહ્યાં છે.
ભારતમાં પ્રધાનમંત્રી મોદીને લોકપ્રિય નેતા તરીકે ૮૪ ટકા મત મેળવ્યા છે, જ્યારે વિદેશના સર્વે આંકડા મુજબ પ્રધાનમંત્રી મોદીને બિનલોકપ્રિય નેતા તરીકે પાકિસ્તાનમાં સૌથી વધુ ૭૪ ટકા મત મળ્યા છે, જ્યારે સૌથી લોકપ્રિય નેતા તરીકે અફઘાનિસ્તમાં સૌથી વધુ ૬૯ ટકા મત મળ્યાં છે.
આમ વિશ્વ સ્તરે ભારત દેશની છબી ઉભરીને આવી છે. પ્રધાનમંત્રી મોદી પોતાની નીતિઓના કારણે વ્યક્તિગત છબી અને દેશની છબીને વિશ્વસ્તરે નોંધનીય બનાવવામાં સફળ રહ્યાં છે.