અમદાવાદ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ઇલેક્ટ્રોનિક મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઇકાલે સરદાર સરોવર, કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે સન્માન અને શ્રદ્ધા વ્યક્ત કરવા માટે ઉપÂસ્થત રહીને લોકોને ઉત્સાહિત કરીને માર્ગદર્શન આપ્યું તે બદલ સમગ્ર ગુજરાતની જનતા વતી આભારની લાગણી વ્યક્ત કરુ છુંં.
આ ઐતિહાસિક પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના કુટુંબીજનોએ પણ હાજર રહીને આ પ્રસંગને વધુ ગરિમાય બનાવ્યો તે બદલ તેમનો પણ આભાર માનું છું. આ લોકાર્પણ પ્રસંગે સાધુસંતો, સંપ્રદાયોના વડાઓ તેમજ તમામ સમાજાના શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ જુદા જુદા રાજ્યોમાંથી ઉપÂસ્થત રહેલ મહેમાનો સહિત હજારોની સંખ્યામાં ઉપÂસ્થત રહેલા તમામ રાષ્ટ્રપ્રેમી લોકોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આઝાદીની લડત અને ત્યારબાદ દેશને સંગઠિત કરવા માટે પોતાની જાત ઘસી નાંખનાર સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ જીવંત છે અને સદાય જીવંત રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને ઉજાગર કરતી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણના ભવ્ય કાર્યક્રમનો વિરોધ કરનારા વિરોધપક્ષોએ ભૂતકાળમાં સરદાર વલ્લભભાઈ પટેલને તેમના જીવન દરમિયાન કેવા હાંસિયામાં ધકેલી દીધા હતા અને તેમના મૃત્યુ પછી પણ તેમને માન-સન્માન આપવામાં ઉદાસીન રહેનાર વિરોધપક્ષોને આ કાર્યક્રમનો વિરોધ કરી ફરી એકવાર તેમની સરદાર પટેલ વિરોધી અને ગુજરાતીઓ વિરોધી માનસિકતા છતી કરી છે.
વાઘાણીએ સોશિયલ મિડિયામાં ફરતો કોંગ્રેસ દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો એક ફોટો બતાવીને જણાવ્યું હતું કે, ઇન્દિરા ગાંધીની વિશાળ તસ્વીરની બાજુમાં ખબ જ નાનો અને જાઇ પણ ન શકાય તેવો સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો મુકીને ફરી એકવખત કોંગ્રેસ દ્વારા તેમની અવગણના કરવામાં આવી હતી. જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતં કે, ગુજરાતના બે પડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગજુરાતમાંથી ભાજપના આગેવાનો અને કાર્યકરો એ રાજ્યમાં ચૂંટણી પ્રચાર અને વ્યવસ્થામાં મદદરુપ થવા માટે જનાર છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાજપના ૧૦૦૦થી વધુ કાર્યકરો અને આગેવાનો મહામંત્રી કેસી પટેલ તતા શંકરભાઈ ચૌધરીની આગેવાની હેઠલ તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાજપના ૧૦૦૦થી વધુ આગેવાનો અને કાર્યકરો મધ્યપ્રદેશ ખાતે વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને વ્યવસ્થામાં જનાર છે.