અમદાવાદ : શહેરના કાલપુર વિસ્તારમાં રહેતાં કાપડના એક વેપારીએ ભાગીદારો દ્વારા બાકી નીકળતી લ્હેણી રકમ આપવાથી હાથ ઉંચા કરી દેવાતાં અને ધમકીઓ દ્વારા માનસિક ત્રાસ આપતાં પોતાના ગોડાઉનમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, મરનાર વેપારીની પત્નીએ આ સમગ્ર બનાવ અંગે કાલુપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વેપારીના ભાગીદાર સહિતના આરોપીઓ વિરૂધ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, શહેરના ઘીકાંટા વિસ્તારમાં નવતાડની પોળ પાસે શેઠીયા શેરી ખાતે રહેતાં ભરતભાઇ જાગારામ દૈયા(દરજી) તેમના સગા અંબાલાલ મડીજી પવારના મકાનમા પત્ની જમનાબહેન અને પુત્ર દિયાન સાથે રહતા હતા. ભરતભાઇ ઘીકાંટા પોલીસ ચોકી સામે અડોવૈયાના ડહેલા સામે કમલ ટ્રેડર્સના ત્રીજા માળે ગોડાઉનમાં કાપડનો વેપાર ધંધો કરતા હતા. ભરતભાઇએ તેમના વતનના અંકિતભાઇ અશોકભાઇ જૈન સાથે અગાઉ ભાગીદારમાં એપલ ફઅરેશ નામની પેઢી વૈભવલક્ષ્મી કોમ્પલેક્ષ, ઘીકાંટા ખાતે શરૂ કરી કાપડનો વેપાર ધંધો શરૂ કર્યો હતો. પરંતુ ધંધામાં મનમેળ નહી જામતાં અને હિસાબોમાં મનદુઃખ થતાં ભાગીદારીનો ધંધો બંધ કર્યો હતો.
જા કે, હિસાબમં ભરતભાઇને તેમના ભાગીદાર અંકિતભાઇ પાસેથી રૂ.૨૫થી રૂ.૩૦ લાખ લેવાના નીકળતા હતા પરંતુ અંકિતભાઇ પાસે તેની અવારનવાર ઉઘરાણી કરવા છતાં તેઓ આપતા ન હતા. ઉલટાનું અંકિતભાઇના સગા સુરેશભાઇએ ફોન કરી રૂપિયા ભૂલી જવાનું કહી ધમકી આપી હતી, જેને પગલે ભરતભાઇ છેલ્લા કેટલા સમયથી ભારે ટેન્શનમાં રહેતા હતા. ધંધામાં જારદાર મંદી અને આ પૈસા સલવાઇ જતાં માનસિક તાણ વચ્ચે પોતાના ગોડાઉનમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
મૃતક વેપારીની પત્નીએ ઉપરોકત આરોપીઓ સામે કાલુપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં પોલીસે મરનાર વેપારી ભરતભાઇએ અન્ય એક મોબાઇલ પર મેસેજ મોકલ્યો હતો કે, મેં જા રહા હું, દુનિયા છોડકર કયુંકી મેં પરેશાન હો ગયા થા. મેરે પૈસે અંકિત દે નહી રહાથા મુજે જરૂરત થી પૈસેકી, ઔર સુરેશજી નારોલવાલે બહોત પરેશાન કરતે હે મરને કે લિયે. પોલીસે આ મેસેજના આધારે પણ તપાસ હાથ ધરી છે.