મુંબઇ : ૪૫મા જન્મ દિવસની ઉજવણી કરી રહેલી ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ ૧લી નવેમ્બર ૧૯૭૩ના દિવસે મંગલોર (કર્ણાટક)માં થયો હતો. ઐશ્વર્યા સૌથી પહેલાં બેંગ્લોર અને ત્યારબાદ મુંબઈમાં ઉછરી હતી. ૧૩થી ૧૪ વર્ષની વયથી જ તેની ખૂબસુરતીની નોંધ લેવાની શરૂઆત થઈ ગઈ હતી. ભણવામાં તે ખૂબ જ હોશિયાર હતી. ઐશ્વર્યા રાય બચ્ચન મૂળભૂત રીતે તબીબ બનવા ઇચ્છતી હતી પરંતુ સ્કૂલ ઓફ આર્કીટેક્ચરમાં પ્રવેશ એશ્વર્યાને પહેલા મળી ગયો હતો. બાળપણથી જ પોતાની માતાની સાથે દરિયા કિનારે ફરવા અને મંદિરમાં જવાનું ઐશ્વર્યાને ખૂબ જ પસંદ છે. ઐશ્વર્યાની ખૂબસુરતીના કારણે તેને મોટી સફળતાઓ મળશે તે બાબતની નોંધ ફોટોગ્રાફરનો શોખ ધરાવતા પ્રોફેસરે લીધી હતી. તેઓએ ઐશ્વર્યાનો ફોટો પાડીને મિસ ઇન્ડિયાના આયોજકોને મોકલી દીધો હતો.
એશ્વર્યા રાયના ફોટાઓ નિહાળીને જાહેરખબરની દુનિયા સાથે સંકળાયેલા લોકોએ કહ્યું હતું કે આ ચહેરાથી કોઇપણ ચીજ- વસ્તુમોટી કિંમતમાં વેચી શકાય છે. એશ્વર્યા ટોચની કંપનિઓની જાહેરાતોની કંપનીમાં કામ કરી ચુકી છે. એશ્વર્યા રાયે બોલિવુડમાં એન્ટ્રી કરતા પહેલા મોડલ તરીકે સક્રિય રહી હતી. તે વર્ષ ૧૯૯૪માં મિસ વર્લ્ડ બની હતી. તે ૪૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. વિશ્વની સૌથી ખૂબસુરત મહિલા તરીકેનું તાજ પણ તે જીતી ચુકી છે. તેની પ્રથમ સફળ ફિલ્મ તમિળમાં જીન્સ હતી જે ૧૯૯૮માં આવી હતી. દેવદાસ ફિલ્મમાં ભુમિકા બદલ ૨૦૦૨માં એશ્વર્યા બીજી વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતી ગઈ હતી. તેની કેટલીક ફ્લોપ ફિલ્મો પણ સાબિત થઇ હતી. એશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધી હતા. વર્ષ ૨૦૦૯માં પદ્મશ્રી એવોર્ડ પણ અપાયો હતો.
રેમ્પ પર કેટ વોક કરનાર ઐશ્વર્યાની ખૂબસુરતીના ચાહકો તમામ લોકો બની ગયા હતા. મિસ વર્લ્ડ બન્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન પણ ઐશ્વર્યા રાય તરફ ખેંચાયું હતું અને સરળતાથી ઐશ્વર્યાને ફિલ્મો મળવા લાગી હતી. એક અભિનેત્રી તરીકે ખૂબસુરતી તેના માટે અડચણરૂપ બની ગઈ હતી. ચાહકો તેને જાવા માટે જ ફિલ્મ જાવા જતા હતા. ઐશ્વર્યા ગ્લેમર રોલ તરીકે ઊભરી આવી હતી. ઐશ્વર્યાએ કેટલીક યાદગાર ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવી હતી જેમાં તાલ, દેવદાસ, રેઈનકોર્ટ, હમ દિલ દે ચૂકે સનમ, જાધા અકબર, ધૂમ-૨નો સમાવેશ થાય છે. તાજેતરમાં ઐશ્વર્યા રાયની કેરિયર નબળી રહી છે. તેની રાવણ ફિલ્મ સંપૂર્ણપણે ફ્લોપ થઈ હતી. રોબર્ટ ફિલ્મને મોટી સફળતા મળી હતી પરંતુ આ ફિલ્મની પ્રશંસા રજનીકાંતને મળી હતી..એશની લોકપ્રિયતા અને ખુબસુરતી આજે પણ અકબંધ રહી છે.