મુંબઇ : બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ફ્લોપ રહેલી નરગીસની મોટી ફિલ્મ તોરબાજ આવતીકાલે શુક્રવારે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં સંજય દત્ત એક આર્મી ઓફિસરના રોલમાં નજરે પડનાર છે. તે વધુ એક મોટા પ્રોજેક્ટ સાથે આગળ વધી રહી છે. તેને સંજય દત્તની સાથે તોરબાજ નામની ફિલ્મમાં કામ કરવાની તક મળ્યા બાદ અને ફિલ્મ હવે રજૂ થવા જઇ રહી છે ત્યારે તે ભારે ખુશ છે. ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ જઇને હાલમાં રહેતી સેક્સી સ્ટાર નરગીસ બોલિવુડ ફિલ્મોને લઇને આશાવાદી છે. તે બોલિવુડમાં સેક્સી છાપ ધરાવે છે.
તે બોલિવુડમાં એક નવી ઇનિગ્સ શરૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે સંજય દત્તની સાથે નજરે પડી રહી છે. ફિલ્મમાં નરગીસ એક એનજીઓ વર્કર આયશાની ભૂમિકા અદા કરી રહી છે. અફઘાનિસ્તાનમાં રેફ્યુજી કેમ્પમાં રહેતા બાળકોની કાળજી લેતી તે ફિલ્મમાં નજરે પડશે. ફિલ્મને ગિરિશ મલિક નિર્દેિશન કરી રહ્યા છે. જે પહેલા ગિરિશે વર્ષ ૨૦૧૪માં જળ ફિલ્મ બનાવી હતી. તેમની આ ફિલ્મે સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો.
એમ કહેવામાં આવી રહ્યુ છે કે તોરબાજ પર ગિરિશ છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યા હતા. ફિલ્મના સહ નિર્માતા રાહુલ મિત્રાએ કહ્યુ છે કે નરગીસ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ કરી રહી છે. આના માટે તે લોસ એન્જલસમાં પશ્તો અને ડારી લૈગ્વેઝ શીખી ચુકી છે. .ફિલ્મમાં તે બન્ને ભાષામાં વાત કરતી નજરે પડનાર છે. નરગીસ બોલિવુડમાં વધારે ફિલ્મમાં કામ કરી રહી નથી પરંતુ તે કેરિયરને લઇને સંતુષ્ટ છે. તેની પાસે અન્ય ભાષાની અને ખાસ કરીને અંગ્રેજી ભાષાની ફિલ્મ પણ આવી રહી છે.