નવી દિલ્હી : ભારત સરકાર તરફથી ૮૨૭ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા બાદ તેમના યુઝર્સ અને નેટ ન્યુટ્રેલિટીની તરફેણ કરનાર લોકો ભારે નારાજ દેખાઇ રહ્યા છે. ખાસ કરીને એવા લોકો વધારે નાખુશ છે જે આ પ્રકારની વેબસાઇટ્સ માટે વાર્ષિક સÂબ્સક્રિપ્શન પણ લઇ ચુક્યા છે. જા કે પોર્ન સાઇટ્સના દિગ્ગજા તરફથી પોતાના ગ્રાહકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમેરિકા અને બ્રિટન બાદ ભારતમાં પોર્ન સાઇટસ નિહાળનારની સંખ્યા સૌથી વધારે છે. ભારત માટે પોર્ન હબ જેવી દિગ્ગજ વેબસાઇટ હવે એક નવી મીરર સાઇટ બનાવી છે. આવી રીતે એક વેબસાઇટ હવે પોતાના યુઝર્સને મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની સલાહી આપી છે. રિલાયન્સ જીયો દ્વારા પોતાના નેટવર્ક પર આ પ્રકારની સાઇટ્સ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ પગલા બાદ જીયોની સાથે એરટેલ અને વોડાફોનના કસ્ટમર કેર પર પણ આ પ્રકારના કોલ આવી રહ્યા છે.
ચાઇલ્ડ પોર્ન જેવી સાઇટ્સ પર પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે. હાલમાં દુરસંચાર વિભાગે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આ પોર્ન સાઇટ બંધ કરવા માટે આદેશ જારી કરી દીધો હતો. કોર્ટે તાજેતરમાં જ અશ્લીલલા ફેલાવી રહેલી કુલ ૮૫૭ વેબસાઇટ બંધ કરવા માટેનો આદેશ જારી કર્યો હતો. અલબત્ત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટ્રી દ્વારા ૮૨૭ વેબસાઇટને બંધ કરવા માટે આદેશ કર્યો હતો.ભારે હોબાળો થયા બાદ તપાસ કરવામાં આવ્યા બાદ ૮૫૭ વેબસાઇટ પૈકી ૩૦ પર અશ્લીલ સામગ્રી ઉપલબ્ધ નહીં કરાવવાની વાત કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યુ હતુ કે ૩૦ સાઇટ પર અશ્લીલ સામગ્રી નથી. જેથી તે વેબસાઇટ બચી ગઇ છે.
સુત્રોએ કહ્યુ છે કે મંત્રાલય દ્વારા દુરસંચાર વિભાગને ૮૨૭ વેબસાઇટ બંધ કરવા માટે સુચના આપવામાં આવી હતી. દુરસંચાર વિભાગે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આદેશ જારી કરીને કહ્યુ છે કે તમામ લાયસન્સ ધરાવનાર ઇન્ટરનેટ સેવા આપનારને કોર્ટના આદેશને માનીને આગળ વધવુ પડશે. હાઇકોર્ટ દ્વારા તમામ આદેશ પાળીને મંત્રાલયના દિશા નિર્દેશને પાળવા માટે કહેવામાં આવ્યુ હતુ. મંત્રાલયના આદેશ મુજબ ૮૨૭ પોર્ન સાઇટ સામે તરત કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. હાઇકોર્ટે ૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે આ તમામ વેબસાઇટને બંધ કરવા માટેનો આદેશ જારી કર્યો હતો. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રીને આઠમી ઓક્ટોબરના દિવસે આ આદેશ મળ્યો હતો. દુરસંચાર વિભાગના ૩૧મી જુલાઇ ૨૦૧૫ની જુની નોટીસના આધાર પર હાઇકોર્ટે ૮૫૭ વેબસાઇટને બંધ કરવા માટે આદેશ આપ્યો છે. દુરસંચાર વિભાગે ચોથી ઓગષ્ટ ૨૦૧૫ના દિવસે પોતાના આદેશમાં ફેરફાર કર્યા હતા.